Sat,20 April 2024,1:25 pm
Print
header

અમેરિકામાં કોરોનાથી મરનારા 99 ટકાએ ન હતી લીધી કોરોના રસી, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

વોશિંગ્ટનઃ અમેરિકા વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશમાંનો એક હતો અહીંયા વિશ્વમાં સૌથી વધુ મોત પણ થયા છે. અમેરિકામાં થયેલા એક રિસર્ચમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે, જે મુજબ અહીંયા છેલ્લા છ મહિનામાં જે લોકોના કોરોનાથી મોત થયા છે તેમાંથી 99 ટકા લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. 

સીડીસીના ડાયરેક્ટર ડો.રોશેલ વેલંસ્કીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે અમારા રિસર્ચના પ્રાથમિક ડેટા જણાવે છે કે છેલ્લા છ મહિનામાં જે લોકોના કોવિડ-19થી મોત થયા છે તેમાંથી 99 ટકાએ વેક્સિન લીધી ન હતી. વેલંસ્કીએ કહ્યું કોરોનાની વેક્સિન લીધા બાદ મોતનો આંકડો ઘટી શકે છે. ઉપરાંત એસોસિએટડ પ્રેસના રિપોર્ટમાં જણાવાયું છે કે મે મહિનામાં કુલ મોતમાંથી 18 હજાર મૃતકોએ કોરોના રસી લીધી ન હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને જાહેરાત કરી છે કે કોરોનાના નવા સ્ટ્રેનના મામલા જોતાં હવે રેપિડ રિસ્પોન્સ ટીમ બનાવવામાં આવશે અને વધારેમાં વધારે લોકોને વેક્સિન અપાશે. અમેરિકાના અનેક રાજ્યોમાં રસીકરણનો દર 70 ટકાને પાર કરી ગયો છે. કેટલાક રાજ્યોમાં હજુ 50 ટકા પણ રસીકરણ થઈ શક્યું નથી. વર્લ્ડોમીટરના આંકડા પ્રમાણે અમેરિકામાં કોરોનાના કુલ કેસ 3 કરોડ 27 લાખને પાર થઈ ગયા છે. 6 લાખ 5 હજારથી વધુ લોકોના મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

 
https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch