Thu,25 April 2024,5:54 am
Print
header

કોરોનાથી ઈટાલીમાં 24 કલાકમાં વધુ 743 લોકોનાં મોત, કુલ મોતનો આંકડો 7000 થયો

ઇટાલીઃ ચીન પછી સૌથી વધુ ઇટાલીમાં કોરોના વાઇરસે હાહાકાર મચાવ્યો છે, 24 કલાકમાં વધુ 743 લોકોનાં મોત થઇ જતા કુલ મૃત્યુઆંક 7,000 એ પહોંચ્યો છે. અને 70,000 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જે આંકડો સતત વધી રહ્યો છે, અહીના શહેરોમાં લોકડાઉન હોવા છંતા કોરોનાને કારણે ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધી રહી છે. ઇટાલી ઉપરાંત સ્પેન, ફ્રાન્સ, અમેરિકા, ઇરાન, બ્રિટન, જર્મની, દક્ષિણ કોરિયા અને સ્વિત્ઝરલેન્ડ સહિતના દેશોમાં પણ અનેક લોકોનાં મોત થઇ ગયા છે, હજારો લોકો કોરોનાગ્રસ્ત થઇ ગયા છે.

નોંધનિય છે કે ઇટાલીમાં શહેરો લોકડાઉન છે, મૃતક લોકોની લાશો ટ્રકો દ્રારા શહેરોથી દુર લઇ જવામાં આવી રહી છે, સરકાર દ્વારા કોરોના અટકાવવા તમામ પ્રયાસ થઇ રહ્યાં છે, પરંતુ શરૂઆતની કેટલીક બેદરકારીને કારણે આ સ્થિતી ઉભી થઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch