Thu,25 April 2024,2:48 am
Print
header

કોરોનાની અસર...ગોવા જવા માટેનો પ્લાન બનાવતા પહેલા વિચાર કરજો

ગોવામાં કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો તો પોતાના ખર્ચે 14 દિવસ ક્વોરન્ટાઇન

પણજીઃ હાલ અનલોક 3 બાદ સમગ્ર દેશમાં પ્રવાસન સ્થળો ખુલી ગયા છે.ત્યારે ઘણા લોકો વેકેશન મુડમાં ગોવા જેવા સ્થળો પર જવા માટે આયોજન કરી રહ્યાં છે. જો તમે ગોવા જવા માટે આયોજન કરતા હોવ તો હાલ પુરતુ આયોજન અટકાવી દેજો. કારણ કે ગોવામાં વધી રહેલા કોરોના સંક્રમણને કારણે ગોવા સરકારે આકરા નિર્ણંય લીધા છે.જેમાં ગોવામાં આવતા તમામ લોકોનું મેડીકલ ચેકઅપ થશે અને  જો કોરોનાનો શંકાસ્પદ કેસ જણાશે કે તમારી પાસે મેડીકલ રિપોર્ટ નહીં હોય તો 14 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવુ પડશે. ગોવા સરકાર  દ્વારા જાહેર કરાયેલા નવા દિશા નિર્દેશમાં જણાવવામાં આવ્યુ છે કે સિમ્ટોમૈટિક લોકોએ હોમ કે ઇન્સ્ટીટ્યુશનલ ક્વોરન્ટાઇન રહેવુ પડશે અને તમામ ખર્ચ જાતે જ ભોગવવાનો રહેશે.જો કે કોરોનાનો નેગેટિવ રિપોર્ટ હશે તેમને ગોવામાં પ્રવેશ મળશે પણ આ નેગેટિવ રિપોર્ટનું પ્રમાણપત્ર ગોવામાં પ્રવેશવાના 48 કલાક પહેલાનું હોવું જરુરી છે, આ પ્રમાણપત્ર આપનાર લેબ આઇસીએમઆર દ્વારા માન્ય હોવી જોઇએ. સાથે જ ગોવામાં પ્રવાસ દરમિયાન નિયમિત રીતે મેડીકલ ચેકઅપ કરાવવાનું રહેશે. જેનો ખર્ચ પણ પ્રવાસીએ જાતે ઉઠાવવાનો રહેશે. આમ, ગોવા સરકારે નિયમોને વધુ આકરા કરતા પ્રવાસીઓમાં ઘટાડો થશે તે વાત નક્કી છે.

કોરોનાનો વધતો કહેર અટકાવવા ગોવા સરકારે આ મહત્વના પગલા લીધા છે, જે જરૂરી હતુ. કારણ કે અહીં પ્રવાસીઓમાં પણ કોરોનાનું સંક્રમણ થાય તેવી સ્થિતી ઉભી થઇ છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch