Fri,19 April 2024,9:39 am
Print
header

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 1073 કેસ નોંધાયા, 23 દર્દીઓના મોત થયા

સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશમાં સૌથી વધારે  9747 કેસ નોંધાયા, મહારાષ્ટ્રમાં કેસમાં નોંધપાત્ર ઘટાડો

અમદાવાદઃ આજે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના પોઝિટિવના નવા 1073 કેસ નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં આજે કુલ 23 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. રાજ્યમાં શહેર પ્રમાણે નોંધાયેલા કેસની વાત કરીએ તો, સુરતમાં કેસમાં નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. જેમાં આજે 237 કેસ નોંધાયા છે.અમદાવાદ શહેરમાં  કોરોનાના નવા 161 કેસ નોંધાયા છે.પરંતુ વડોદરામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થતાં આરોગ્ય તંત્રમાં ચિંતા જોવા મળી રહી છે. આજે વડોદરામાં અત્યાર સુધીના સૌથી વધારે 115 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ શહેર અને ગ્રામ્યમાં કુલ નવા 80 કેસ નોંધાયા છે. જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ નવા 25 કેસ નોંધાયા છે, અન્ય શહેરોની વાત કરીએ તો ભાવનગરમાં 46, દાહોદ અને પંચમહાલમાં 18-18 કેસ, પોરબંદરમાં 17, બોટાદ,ખેડામાં 14-14 કેસ, બનાસકાંઠામાં 13, આણંદમાં 12, નવસારી અને સાબરકાંઠામાં 11-11 કેસ નોંધાયા છે. આજે સમગ્ર રાજ્યમાંથી કુલ 1046 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી. 

રાજયમાં નોંધાયેલા 23 મૃત્યુની વાત કરીએ તો સુરતમાં 6 દર્દીઓના મરણ થયા છે, અમદાવાદમાં 5, રાજકોટમાં 5, વડોદરા અને જૂનાગઢમાં 2-2 દર્દીઓના, તેમજ ગાંધીનગર જામનગર અને પાટણમાં 1-1 દર્દીઓને મરણ થયા છે. આજના મૃત્યુઆંક  સાથે રાજ્યમાં નોંધાયેલો કુલ મૃત્યુઆંક 2557 પર પહોંચ્યો છે. 

દેશના અન્ય રાજ્યોની વાત કરીએ તો આજે આંધ્રપ્રદેશમાં સૌથી વધારે 9747 કેસ નોંધાયા છે, બીજી તરફ મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા નવા કેસ 7760 નોંધાયા છે. તમિલનાડુમાં 5063, ઉત્તરપ્રદેશમાં 2948, આસામમાં 2886, પશ્ચિમ બંગાળમાં 2752, બિહારમાં 2460, તેલંગાણામાં 2012, રાજસ્થાનમાં 1704, ઓરિસ્સામાં 1384, અને કેરળમાં 1083 કેસ નોંધાયા છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch