Fri,19 April 2024,9:47 pm
Print
header

કોરોનાની દહેશત વચ્ચે ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક, સીએમ ભૂપેન્દ્ર પટેલે જનતાને કરી આ અપીલ

ઓક્સિજન, દવાઓ, વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા, કોરોના વોર્ડને ફરીથી સક્રિય કરવા સૂચનાઓ આપવામાં આવી  

ગાંધીનગરઃ કોરોનાની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગ સજ્જ થઈ ગયો છે. દરેક જિલ્લાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં આયોજનો કરાઇ રહ્યાં છે, સ્ટાફ એક્ટિવ થઇ ગયો છે. આજે આરોગ્ય વિભાગની રીવ્યૂં બેઠકનું આયોજન કરાયુ હતુ,આરોગ્ય વિભાગની બેઠકમાં આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને સાવચેતીના ભાગરૂપે ગમે તેવી સ્થિતીને પહોંચી વળવા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે.

બીજી તરફ અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન સીએમ ભૂપેન્દ્ર પટેલે કોરોનાની રસી લેવા અને વધુ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરવા સૂચન કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને કોરોનાની લહેરને લઈને એલર્ટ કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે કોરોના સંકટને કારણે લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે. અમદાવાદમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નેશનલ કોન્ફરન્સમાં ભૂપેન્દ્ર પટેલે આ અપીલ કરી છે. મોટા મેળાવડાઓમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. 

ખાસ વાત એ છે કે રાજ્ય સરકારો કોરોનાથી બચવાના ઉપાયો પર કામ કરી રહી છે.ઓક્સિજન, દવાઓ, વેન્ટિલેટર અને અન્ય સુવિધાઓ સુનિશ્ચિત કરવા અને કોરોના વોર્ડને ફરીથી સક્રિય કરવા સૂચનાઓ આપવામાં આવી છે. કોરોના ટેસ્ટિંગ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જો કોઈ વ્યક્તિ સંક્રમિત જોવા મળે છે તો તેમના જીનોમ સિક્વન્સિંગની તપાસ કરવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે. જેથી દર્દીમાં કોરોનાનો વેરીયન્ટ જાણી શકાય.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch