Fri,19 April 2024,5:02 pm
Print
header

રૂપાણી-પટેલ તમે માનશો કે વિધાનસભા સત્રમાં જ ફૂટ્યો હતો કોરોના બોમ્બ !

(ફાઈલ તસવીર)

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. રોજ રેકોર્ડબ્રેક કેસ આવી રહ્યાં છે. ગુરૂવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધારે 4021 નવા કેસ અને 35 લોકોના મોત થયા હતા. ગઈકાલે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વડોદરાના ધારાસભ્ય મનીષા વકીલ, સંતરામપુરના ભાજપના ધારાસભ્ય કુબેર ડીંડોર, ધોરાજીથી કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા ઉપરાંત ભાજપના પ્રવક્તા આઈ.કે.જાડેજા પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

થોડા દિવસ પહેલાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર પૂરૂં થયું હતું. બજેટ સત્ર દરમિયાન જ 10 જેટલા ધારાસભ્યો-મંત્રીઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં હતા. બજેટ સત્ર ચાલતું હતું ત્યારે જ રાજ્યમાં કોરોનાનો ગ્રાફ ઉંચકાવાનો શરૂ થઈ ગયો હતો. તેમ છતાં સરકાર દ્વારા કોઈ કડક પગલાં ભરવામાં આવ્યાં ન હતા.વિધાનસભા ગૃહમાં પણ ધારાસભ્યો માસ્ક પહેર્યાં વગર ફરતા હોવાથી અધ્યક્ષે પણ ટકોર કરવી પડી હતી. સત્ર દરમિયાન જ કોરોના બોંબ ફાટ્યો હતો પરંતુ તેના પરિણામ હવે સામે આવી રહ્યાં છે

વિધાનસભા બજેટ સત્ર દરમિયાન જ ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો સંક્રમિત થવાના શરૂ થયા હતા, જે સિલસિલો આજ દિન સુધી ચાલુ છે આ પહેલા વિજય રૂપાણી સરકારના મંત્રી ગણપત વસાવા અને પ્રદીપસિંહ જાડેજા પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં હતા. કોરોનાથી ગુરુવારે સંક્રમિત થયેલા શિક્ષણમંત્રી ચૂડાસમા તો ગાંધીનગર મનપા ચૂંટણીના ભાજપના પ્રભારી છે. તેઓ ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટનથી લઈ પ્રચારમાં અનેક જગ્યાએ ઉપસ્થિત રહ્યાં હતા. જેના કારણે તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાનો ચેપ લાગવાની શક્યતા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch