Thu,25 April 2024,7:38 am
Print
header

ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ હજુ પણ ચિંતાજનક, એક જ દિવસમાં વધુ 875 કેસ નોંધાયા

સુરતમાં કોરોનાનો રાફડો ફાટ્યો નવા 269 કેસ, ભાવનગરની સ્થિતિ ચિંતાજનક, એક જ દિવસમાં 71 કેસ 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ દિવસે દિવસે ચિંતાજનક બની રહી છે, છેલ્લા ઘણા સમયથી કોરોના સંક્રમણના કેસ 800 ઉપર આવી રહ્યાં છે, આજે ફરીથી 875 કેટલા કેસ નોંધાયાં છે.સુરતમાં 269 કેસનો સમાવેશ થાય છે, અમદાવાદમાં પ્રમાણમાં કોરોના સંક્રમણ હાલ કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે.આજે અમદાવાદમાં 165 જેટલા કેસ નોંધાયા છે.સૌથી ચિંતાજનક સ્થિતિ ભાવનગરની છે. ભાવનગર કોર્પોરેશનની હદમાં 59 કેસ નોંધાયા છે, ભાવનગર ગ્રામ્યમાં 12 નવા કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં 31 કેસ નોંધાયાં છે, સુરેન્દ્રનગરમાં 23 કેસ નોંધાયાં છે, જામનગર કોર્પોરેશનમાં 15 અને ગ્રામ્યમાં 8  કેસ નોંધાયાં છે. ઝાલાવાડ પંથક સુરેન્દ્રનગરમાં નવા 30 કેસ નોંધાયાં છે. 

મહેસાણામાં દિવસે દિવસે કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, આજે નવા 21 કેસ નોંધાયાં છે. રાજ્યમાં કુલ 14 લોકોનાં મરણ થયા છે, અમદાવાદમાં પાંચ લોકોનો સમાવેશ થાય છે, સુરતમાં ચાર દર્દીઓનો  સમાવેશ થાય છે અને ગાંધીનગર ,જુનાગઢ , મહેસાણામાં એક એક કેસનો સમાવેશ થાય છે.રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 41,455 થયા છે અને મૃત્યુઆંક 2024 પર પહોંચ્યો છે. અનેક દર્દીઓ સાજા પણ થઇ ગયા છે.

ભાવનગરમાં કોરોના પોઝિટિવના કેસ 507 થયા છે, વડોદરાની વાત કરીએ તો કુલ 2905  કેસ થયા છે, અને કુલ 51 દર્દીઓનાં મરણ થયાં છે, સુરતમાં કોરોના પોઝિટિવ કેસનો  આંક 7307 પર  પહોંચ્યો છે, મરણનો આંક 212 થયો છે, રાજકોટમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં હોય તેવું લાગી રહ્યું છે, કુલ  568 કેસ નોંધાયા છે અને 16 દર્દીઓનાં મરણ થયા છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar