Wed,24 April 2024,3:38 am
Print
header

કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે ટક્કર, અનેક લોકોનાં મોતની આશંકા, અનેક ઘાયલ

ઓરિસ્સાઃ એક મોટી રેલવે દુર્ઘટનામાં 230 લોકોનાં મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યાં છે. બાલાસોરના બહાનાગા સ્ટેશન પાસે કોરોમંડલ એક્સપ્રેસ અને માલગાડી વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી, જેમાં કોરોમંડલના 5 ડબ્બા પાટા પરથી નીચે ઉતરી જતા મોટો અકસ્માત સર્જાયો છે.

હાવડાથી ચેન્નઈ જઇ રહેલી કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેનને આ અકસ્માત થતા અનેક લોકો ઘાયલ થયા છે, બચાવ કામગીરી ચાલી રહી છે અનેક લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. આસપાસની અનેક ટીમો બચાવ કામગીરીમાં લાગી છે, ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આ ટ્રેન અકસ્માતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિતના નેતાઓએ ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલ લોકોને 2 લાખ રૂપિયા, સામાન્ય ઘાયલ લોકોને 50 હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.

રેલ્વેના હેલ્પલાઈન નંબરો

હાવડા- 03326382217
ખડગપુર- 8972073925, 9332392339
બાલાસોર- 8249591559, 7978418322
શાલીમાર (કોલકાતા)- 9903370746

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch