Thu,25 April 2024,4:28 pm
Print
header

પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા હત્યા કેસ, આરોપી મનીષ બલાઇને આજીવન કેસની સજા ફટકારતી કોર્ટ

20 એપ્રિલ 2016ના દિવસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ચંદ્રકાંત મકવાણાની હત્યા કરવામાં આવી હતી

કોર્ટે કહ્યું મૃતકના પત્નીને વળતર લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા નક્કી કરાશે 

અમદાવાદઃ પોલીસકર્મીની હત્યાના કેસમાં કોર્ટ આજે મોટો ચૂકાદો આપ્યો છે. ચાંદખેડામાં રહેતા અને ક્રાઇમબ્રાંચમાં નોકરી કરતા કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની 20મી એપ્રિલ 2016ના રોજ મનીષ બાલાઇ નામના આરોપીએ માથામાં પાઇપ ફટકારીને હત્યા કરી નાખી હતી. જે કેસમાં છ વર્ષ બાદ આજે ચુકાદો આવ્યો છે. કોર્ટે 6 વર્ષ બાદ ચૂકાદો આપતા આરોપી મનીષ બલાઈને દોષી જાહેર કરીને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે રૂપિયા 25 હજારનો દંડ પણ કર્યો છે.

મૃતક કોન્સ્ટેબલના ભાઈ મનીષ મકવાણાએ કહ્યું કે ચંદ્રકાન્ત મકવાણા હત્યા કેસમાં સિટી સિવિલ કોર્ટે મોટો ન્યાય કર્યો છે, ગત 20મી એપ્રિલ 2016ના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નાર્કોટિક્સના ગુનામાં મનીષ શ્રવણકુમાર બલાઈને લાવવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ દ્વારા મોડી રાત સુધી ગુના બાબતે મનીષની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાનમાં મોડી રાત્રે અન્ય પોલીસ કર્મીઓ ઘરે ગયા હતા, ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ચંદ્રકાંત મકવાણા આરોપી મનીષની વોચ રાખી રહ્યાં હતા.

પીએસઆઇ કે.જી.ચૌધરીની ઓફિસમાં માત્ર ચંદ્રકાંતભાઇ અને આરોપી મનીષ હાજર હતો તે તકનો લાભ ઉઠાવીને મનીષે ઓફિસમાં રહેલી પાઇપ ઉઠાવી ચંદ્રકાંતભાઇના માથામાં ફટકારી હતી ગંભીર ઇજાઓને કારણે ચન્દ્રકાંતભાઇનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.આરોપી મનીષ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફરાર થઇ ગયો હતો.વહેલી સવારે પોલીસ કર્મીઓ જ્યારે કે.જી.ચૌધરીની ઓફિસમાં ગયા ત્યારે ચન્દ્રકાંતભાઇ જમીન પર ઢળેલા જોવા મળ્યાં હતા અને મનીષ બલાઇ ફરાર થઇ ગયો હતો. બાદમાં તેને ઝડપી લીધો હતો અને આજે કોર્ટે તેને સજા ફટકારી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch