Fri,19 April 2024,8:02 pm
Print
header

AAP ભાજપની B ટીમ, હું અરવિંદ કેજરીવાલને ચેલેન્જથી કહું છું ગુજરાતમાં તમારી એક પણ સીટ નહીં આવેઃ રઘુ શર્મા- Gujarat Post News

અમદાવાદઃ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે, આ વખતે ભાજપ-આપ અને કોંગ્રેસ વચ્ચે જંગ ખેલાશે, દરમિયાન કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ એક વીડિયો જારી કરીને આમ આદમી પાર્ટી અને કેજરીવાલની ઝાટકણી કાઢી છે. લખ્યું છે કે, આપની ગુજરાતમાં એક પણ સીટ નહીં આવે, તમે બીજેપીની બી ટીમ છો. 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજકીય પક્ષો દ્વારા જોરશોરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.ત્યારે સામ સામે નેતાઓના આક્ષેપ- પ્રતિઆક્ષેપ જોવા મળી રહ્યાં છે. આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જોવા મળી રહ્યો છે, કેજરીવાલે કહ્યું હતુ કે આ વખતે કોંગ્રેસની પાંચ જ બેઠકો આવશે, સરકાર આમ આદમી પાર્ટીની બનશે, જેની સામે હવે કોંગ્રેસે આપની ઝાટકણી કરી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રભારીએ આપ પર પ્રહારો કર્યાં છે. તેમણે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપું છું તમારી એક પણ સીટ નહીં આવે, તમે બીજેપીની બી ટીમ છો.. છો.. અને છો...કેજરીવાલજી તમારું ગુજરાતમાં ખાતું નહીં ખૂલે આ ચેલેન્જ હું લખીને આપું છું.

એક પક્ષ બીજા પક્ષ પર આક્ષેપો કરી રહ્યો છે અને પોતાના પક્ષને જંગી બહુમતીથી વિજય થવા મેદાને ઉતર્યાં છે. ત્યારે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ગુજરાતીમાં વીડિયો બનાવીને અરવિંદ કેજરીવાલને ચેલેન્જ આપી છે કે, ગુજરાતમાં તમારી એક પણ સીટ નહીં આવે. કોંગ્રેસ હંમેશાથી કહેતી આવી છે કે તમે BJPની બી ટીમ છો, આ વખતે ગુજરાતમાં સરકાર કોંગ્રેસની જ બનશે તેવો દાવો શર્માએ કર્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch