Sat,20 April 2024,5:48 pm
Print
header

સવાલ કોંગ્રેસના અસ્તિત્વનો ! કાશ્મીર મામલે સમર્થન કરનારા જ્યોતિરાદિત્ય સિંધીયાએ કહ્યું કોંગ્રેસે આત્મનિરીક્ષણની જરૂર

મધ્યપ્રદેશ: દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના અસ્તિવને લઇને હવે કોંગ્રેસના નેતાઓ જ ચર્ચામાં ઉતરી આવ્યાં છે, અનેક નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઇ ગયા છે, પાર્ટીના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદે કહ્યું છે કે અમારા નેતા રાહુલે ગાંધીએ અમારી કોઇ વાત માની નહીં અને કોંગ્રેસ પ્રમુખ પદેથી તેમને રાજીનામું આપી દીધુ, એક રીતે તેઓ પાર્ટીની જવાબદારી છોડીને ભાગી ગયા છે, જેના પર અલ્વીએ ખુર્શીદને પાર્ટીને નુકસાન કરનારા નેતા કહી દીધા,હવે રાહુલ-પ્રિયંકાના નજીકના ગણાતા અને મધ્યપ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધીયા પણ મેદાનમાં આવ્યાં છે, તેમને કહ્યું કે ખુર્શીદના નિવેદન પર હું વધુ બોલવા માંગતો નથી પરંતુ કોંગ્રેસે આત્મનિરીક્ષણની જરૂર ચોક્કસથી છે.

સિંધીયા હાલમાં મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારમાં જવાબદારી નિભાવી રહ્યાં છે,ત્યારે મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી વચ્ચે જ હવે કોંગ્રેસમાં ધમાસાણ ચાલી રહ્યું છે, નોંધનિય છે કે અગાઉ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 નાબૂદ કરવા મામલે જ્યોતિરાદિત્ય સિંધીયાએ મોદી સરકારના નિર્ણયનું સ્વાગત કર્યુ હતુ, જ્યારે કોંગ્રેસના કેટલાક નેતાઓ તેનો વિરોધ કરી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch