Thu,25 April 2024,4:43 pm
Print
header

કોંગ્રેસે મોદીને રાક્ષસ ભસ્માસૂર કહ્યાં ! ભાજપે કહ્યું 100 ગાળો આપનારી કોંગ્રેસને જનતા કૃષ્ણ બનીને જવાબ આપશે

સંબિત પાત્રાએ કહ્યું કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ તેમના ચારિત્ર્યને દર્શાવે છે

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન બધાએ સાંભળ્યું છે. હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીએસ ઉગ્રપ્પાએ મોદીની તુલના ભસ્માસૂર રાક્ષસ સાથે કરી 

કર્ણાટકઃ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું છે. તેમને કહ્યું કે કોંગ્રેસ અને આપના નેતાઓ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને મોદીને ગાળો આપી રહ્યાં છે. કર્ણાટકના એક અનુભવી કોંગ્રેસીએ મોદીજીને ભસ્માસૂર કહી દીધા છે. કોંગ્રેસીઓનું નિવેદન તેમની નિમ્ન કક્ષાની માનસિકતા દર્શાવે છે. 

તેમણે કહ્યું કે પીએમ મોદી મહત્વના પદ પર છે, તેમને નીચ, ભસ્માસૂર અને ખબર નહીં શું-શું કહેવામાં આવે છે. તેનાથી કોંગ્રેસીઓની વિચારસરણી ખબર પડે છે.' જે રીતે કોંગ્રેસના નેતાઓ દેશના વડાપ્રધાન માટે અપશબ્દોનો ઉપયોગ કરી રહ્યાં છે તે લોકો દરરોજ ટીવી પર જોઈ શકે છે અને જનતા પણ તેમને જવાબ આપી દેશે. દેશના વડાપ્રધાનને ગાળો આપીને કોંગ્રેસે પોતાને ગાળો આપતી પાર્ટી તરીકે સ્થાપિત કરી છે.

સંબિત પાત્રાએ કહ્યું કે એક પક્ષના નેતાઓ દ્વારા બીજા પક્ષના નેતાઓ માટે કરવામાં આવતી ટિપ્પણીઓ તે પક્ષના ચારિત્ર્યને દર્શાવે છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન બધાએ સાંભળ્યું છે. તેમને મોદીની રાવણ સાથે સરખામણી કરી હતી. હવે કર્ણાટક કોંગ્રેસના નેતા બીએસ ઉગ્રપ્પાએ મોદીની સરખામણી ભસ્માસૂર રાક્ષસ સાથે કરી છે, સોનિયા ગાંધીએ તો મોદીને મોતના સોદાગર કહ્યાં હતા. હવે પાત્રાએ ગુજરાત અને દેશની જનતાને લોકશાહી ઢબે કોંગ્રેસ પાર્ટીને ખતમ કરવાની અપીલ કરી છે.

કોંગ્રેસે  મોદીને 100 ગાળો આપી દીધી છે. હવે જનતા જ કૃષ્ણ છે. જનતા કૃષ્ણ બનીને ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસને લોકશાહી ઢબે જવાબ આપશે. એ વ્યક્તિ ક્યારેય રાક્ષસ ન હોઈ શકે જેને મા નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડ્યું.' ગાળો આપનાર નહીં કોવિડમાં રસી આપનાર આ મહાન નેતા છે.

પાત્રાએ આમ આદમી પાર્ટીને પણ આડે હાથ લીધી હતી. AAP પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મનીષ સિસોદિયા અને અરવિંદ કેજરીવાલ જુઠ્ઠાણું ફેલાવવાનું કામ કરે છે.આ જુઠ્ઠાણાનો પર્દાફાશ થવો જોઈએ. આવનારા સમયમાં મનીષ સિસોદિયાને ચોક્કસ ફટકો પડશે. જેમણે એક્સાઇઝ પોલિસીને નજીકથી જોઈ છે તેઓ ચોક્કસપણે સહમત થશે કે સિસોદિયા ગુનેગાર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch