Thu,18 April 2024,10:45 pm
Print
header

કોંગ્રેસે હદ કરી ! જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો વિરોધ કરનારા બ્રિટનના સાંસદને મળ્યું કોંગ્રેસ પ્રતિનિધીમંડળ

લંડન: ભારતમાં અત્યાર સુધીની સરકારો જે કામ નથી કરી શકી તે મોદી સરકારે કર્યું છે, તેમને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે, ત્યારે પહેલાથી જ આ મામલે રાજનીતિ કરનારી કોંગ્રેસે હવે તો હદ કરી દીધી છે, આ વખતે કોંગ્રેસનું એક પ્રતિનિધી મંડળ બ્રિટનના લેબર પાર્ટીના સાંસદ જેરેમી કોર્બિનને મળ્યું છે, આ એ જ કોર્બિન છે જેમને પાકિસ્તાનનો પક્ષ લઇને કાશ્મીર મામલે ભારતનો વિરોધ નોંધાવ્યો છે, ભાજપે આ મામલે જોરદાર વિરોધ કરીને કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો છે.

ભાજપના ટ્વીટર હેન્ડલ પર લખ્યું છે કે આ શરમજનક કામ માટે દેશની જનતા કોંગ્રેસને જવાબ આપશે, કારણ કે આ વાતની ખુદ કોર્બિને જ દુનિયાને જાણ કરી છે, તેમને ટ્વીટ કરીને મુલાકાતના ફોટો મુક્યા છે અને ભારતને સલાહ આપી છે કે કાશ્મીરમાં તનાવ ઓછો કરો, અહીયા સ્થિતિ ચિંતાજનક છે, જો કે કોઇ વિદેશી સાંસદે ભારતની અંગત બાબતમાં પડવાની જરૂર નથી, કારણ કે કાશ્મીર ભારતનો અંગત મામલો છે.

નોંધનિય છે કે પ્રતિનિધીમંડળના ફોટોમાં એક કોંગ્રેસ નેતા કલમ ધાલીવાલનો ફોટો હોવાનું જાણવા મળ્યું છે, બાકીના નેતાઓને લઇને હજુ સ્પષ્ટતા થઇ નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch