Tue,23 April 2024,6:49 pm
Print
header

રાજનીતિનું નિમ્ન સ્તર ! કોંગ્રેસ નેતા રાઉતે ખટ્ટરને ખચ્ચર કહ્યાં, ખટ્ટરે સોનિયાને મરી ગયેલી ઉંડરડી ગણાવ્યાં હતા

હરિયાણા, મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે હવે ચૂંટણી પ્રચારમાં વ્યક્તિગત નિવેદનબાજી ચાલુ થઇ છે, હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધીની સરખામણની મરી ગયેલી ઉંડરડી સાથે કરતા મોટો વિવાદ થયો છે, ખટ્ટરે કહ્યું હતુ કે લોકસભા ચૂંટણી હાર્યા બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દીધુ હતું અને ચર્ચાઓ કરાતી હતી કે પાર્ટીને ગાંધી પરિવારના બહારના અધ્યક્ષની જરૂર છે, ખટ્ટરે કહ્યું, કે કોંગ્રેસમાંથી પરિવારવાદ દૂર થાય તે સારી વાત છે,પરંતુ તેઓ મહિનાઓ સુધી નવા અધ્યક્ષની શોધમાં ફરતા રહ્યાં અને ત્રણ મહીના બાદ કોણ અધ્યક્ષ બન્યુ ? સોનિયા ગાંધી, ખોદ્યો પહાડ અને નીકળી ઉંદરડી, એ પણ મૃત. ત્યારે તેમના આ નિવેદથી કોંગ્રેસના નેતાઓ નારાજ થયા છે.

ખટ્ટરના નિવેદન સામે મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નીતિન રાઉતે ખટ્ટરને ખચ્ચર ગણાવી દીધા છે, કહ્યું છે કે ભાજપના નેતાઓ મહિલાઓનું અપમાન કરવામાં અવ્વલ છે, સીએમની ખુરશી પર બેઠેલા ખટ્ટર આટલી નિમ્ન કક્ષાએ જશે તે અમે વિચાર્યું પણ ન હતુ, ખટ્ટરને શરમ હોય તો તેઓ સોનિયા ગાંધીની માફી માંગે, કોંગ્રેસના સિનિયર નેતા સંજય નિરૂપમે પણ ખટ્ટરની નિંદા કરીને તેમના પર પ્રહાર કર્યા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch