Sun,27 November 2022,3:26 am
Print
header

પત્રમાં લખ્યું છે રાહુલ ગાંધીની હત્યા કરી નાખીશું, બોમ્બ વિસ્ફોટથી ઈન્દોર હચમચી જશે- Gujarat Post News

રાહુલ ગાંધીને રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશેઃ પત્રમાં ધમકી 

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ઈન્દોરમાં જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જૂની ઈન્દોર વિસ્તારમાં એક મીઠાઈની દુકાને અજ્ઞાત પત્ર પહોંચ્યો હતો, જેમાં રાહુલની ખાલસા સ્ટેડિયમમાં યોજાનારી સભામાં મોટા હુમલાની વાત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશમાં ભારત જોડો યાત્રાના આગમન પહેલા ઈન્દોરમાં રાહુલ ગાંધીના નામે ધમકીભર્યો પત્ર મળતાં ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પોલીસે હવે આ મામલે તપાસ શરૂ કરી છે.પોલીસ CCTV ફૂટેજને આધારે તપાસ કરી રહી છે. 

એડિશનલ ડીસીપી પ્રશાંત ચોબેએ ઘટનાની પુષ્ટિ કરી છે. અજ્ઞાત આરોપીની તપાસ કરવામાં આવી રહી છે. મળેલા પત્રમાં સૌથી ઉપર વાહે ગુરુ લખ્યું છે. નીચે લખ્યું છે કે 1984માં સમગ્ર દેશમાં ભયંકર રમખાણો થયા. શીખોની હત્યા થઇ. કોઈ પાર્ટીએ આ ગુના વિરુદ્ધ અવાજ નથી ઉઠાવ્યો. કોંગ્રેસ નેતાએ કમલનાથ વિરુદ્ધ અપમાનજનક શબ્દો લખ્યા છે. નવેમ્બરના અંતિમ દિવસોમાં ઈન્દોરમાં ઠેર-ઠેર ભયાનક વિસ્ફોટ થશે. આખું ઈન્દોર બોમ્બ વિસ્ફોટોથી હચમચી જશે. ટૂંક સમયમાં જ રાહુલ ગાંધીની ઈન્દોર મુલાકાત સમયે કમલનાથને ગોળી મારી દેવામાં આવશે. રાહુલ ગાંધીને રાજીવ ગાંધી પાસે મોકલી દેવામાં આવશે.આ પત્રને લઇને પોલીસે તપાસ શરૂ કરી છે, કોંગ્રેસે આ મામલે તાત્કાલિક આરોપીને ઝડપી પાડવાની માંગ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch