નવી દિલ્હીઃ આજે કોંગ્રેસ સાંસદ અને પૂર્વ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું ત્રણ કૃષિ કાયદા ખેતીને બરબાદ કરી દેશે, હું તેનો વિરોધ કરતો રહીશ. હું આજે જે.પી.નડ્ડાના પ્રશ્નોના જવાબ પણ નથી આપવાનો, તેમને કટાક્ષમાં કહ્યું કે તે મારા પ્રોફેસર છે કે હું તેમને જવાબ આપતો ફરીશ. માત્ર ખેડૂતો અને દેશના પ્રશ્નોના જવાબ આપીશ.રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી ખેડૂતોને ખતમ કરવામાં લાગ્યા છે. આ માત્ર ત્રણ કાયદા પર થોભશે નહીં, અંતમાં ભાજપ સરકાર ખેડૂતોને ખતમ કરવા માંગે છે. તેઓ દેશની આખી ખેતી પોતાના ત્રણ-ચાર મિત્રોને આપવા માંગે છે.
LIVE: Special Congress Party Briefing by Shri @RahulGandhi https://t.co/aa1mlJQZVl
— Congress (@INCIndia) January 19, 2021
આખો દેશ વિરૂદ્ધ થઇ જશે તેમ છતાં હું સાચી વાત માટે લડતો રહીશ. હું નરેન્દ્ર મોદી કે ભાજપથી ડરતો નથી. આ લોકો મને હાથ પણ લગાવી શકે તેમ નથી, પરંતુ ગોળી મરાવી શકે છે. આ લોકો ખેડૂતોને થકવી શકશે પરંતુ તેમને મુર્ખ બનાવી શકશે નહીં.
કિસાન આંદોલન હોય, વેક્સીનેશનની પ્રક્રિયા હોય કે પછી ચીન સાથે ચાલી રહેલ વિવાદ રાહુલ ગાંધીની તરફથી સતત મોદી સરકારની વિરૂદ્ધ નિવેદન આવ્યાં છે. કોંગ્રેસની તરફથી સંસદમાં કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો આ સિવાય આ મુદ્દા પર રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પણ મુલાકાત કરી હતી.રાહુલે આરોપ મૂકયો કે અરૂણાચલ પ્રદેશમાં ચીનની તરફથી એક ગામ વસાવી લેવામાં આવ્યું છે.કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કરીને કહ્યું કે કોંગ્રેસ સરકાર દરમિયાન ચીને આપણી જમીન પર કબ્જો કર્યો હતો. હાલમાં રાહુલની વાતો ખોટી છે અને એક રાષ્ટ્રીય નેતા કેવી રીતે આવા ખોટા આરોપ મૂકી શકે છે ?
अपने गिरेबान में भी झाँका करो कभी-कभी, किसी दूजे पर गर्द झाड़ देना आसां बहुत होता है!
— Kiren Rijiju (@KirenRijiju) January 19, 2021
Those locations you are referring to have been under Chinese occupation since very-very long Congress regime in India.
How can a national leader is ignorant and unaware of sensitive facts? https://t.co/9nH2DxevvG
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
IPLમાં ગુજરાત ટાઇટન્સ સામે CSKનું મોટું પરાક્રમ, GTએ શુભમન ગિલની કેપ્ટન્સીમાં શરમજનક રેકોર્ડ નોંધાવ્યો | 2024-03-27 09:51:59