નવી દિલ્હીઃ કોંગ્રેસના સૂત્રોને ટાંકીને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. જો રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનવાની ના પાડે છે તો પાર્ટી અશોક ગેહલોતને કોંગ્રેસ અધ્યક્ષ બનાવી શકે છે. પાર્ટી સૂત્રોનું કહેવું છે કે રાહુલ ગાંધી હજુ પણ કોંગ્રેસ અધ્યક્ષ પદ સંભાળવામાં ખચકાટ અનુભવી રહ્યાં છે. સંગઠનાત્મક ચૂંટણીઓની પ્રક્રિયા ચાલી રહી છે, સપ્ટેમ્બર- ઓક્ટોબરમાં નવા પ્રમુખની ચૂંટણી માટે અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે, જો કે રાહુલ ગાંધીએ અત્યાર સુધી કોઇ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં અધીર રંજન ચૌધરીના સવાલ પર રાહુલ ગાંધીએ તેમને અધ્યક્ષ પદ સંભાળવાની સંભાવના પર વિચાર કરવા માટે કહ્યું હતું.
એટલા માટે પાર્ટી અશોક ગેહલોતના નામ પર વિચાર કરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં પાર્ટીના મુદ્દાઓમાં તેમની સક્રિયતા વધી ગઇ છે. જો કે અશોક ગેહલોત રાજસ્થાનના સીએમ પદ છોડવા માંગતા નથી. પરંતુ પાર્ટીમાં મંથન ચાલુ છે અને રાહુલ ગાંધીને મનાવવાનો પ્રયાસ થશે. જો રાહુલ ગાંધી ના પાડે છે તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે.
નોંધનિય છે કે હાલમાં સોનિયા ગાંધી પાર્ટીના કાર્યકારી અધ્યક્ષા છે અને પાર્ટીમાં કાયમી અધ્યક્ષની માંગ ઉઠી છે. જ્યારે અશોક ગેહલોત ગાંધી પરિવારના વિશ્વાસુ અને વફાદાર પણ છે, જેથી તેમને આ મોટી જવાબદારી સોંપાઇ શકે છે.https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53