Thu,25 April 2024,4:44 am
Print
header

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યાં, કહ્યું- હતાશામાં આ લોકો હવે કાળા જાદૂ તરફ જવા લાગ્યા- Gujaratpost

વડાપ્રધાન મોદીએ વિપક્ષ પર કર્યાં  આકરા પ્રહાર 

આપણા દેશમાં કેટલાક લોકો છે જે નકારાત્મક માનસિકતામાં ફસાયેલા છે 

નવી દિલ્હીઃ ઇડી દ્વારા ગાંધી  પરિવારની પૂછપરછ સમયે મોંઘવારીના મુદ્દાને લઈ કોંગ્રેસે કાળા કપડા પહેરીને દેશમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.હવે વડાપ્રધાન મોદીએ આ મામલે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે. વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર મોટો હુમલો કરતા કહ્યું કે આપણા દેશમાં કેટલાક લોકો છે જેમનામાં નકારાત્મક માનસિકતામાં ફસાયેલી છે,આ લોકો નિરાશામાં ડૂબેલા છે.સરકાર વિરુદ્ધ ખોટું બોલનારા આ લોકો પર જનતા વિશ્વાસ કરવા તૈયાર નથી. આવી હતાશામાં આ લોકો હવે કાળા જાદૂ તરફ જવા લાગ્યાં છે.

વડાપ્રધાને કહ્યું, આપણે હમણા 5 ઓગસ્ટે જોયુ કે કઈ રીતે કાળો જાદૂ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ લોકો વિચારે છે કે કાળા કપડા પહેરીને તેની નિરાશા-હતાશાનો કાળ સમાપ્ત થઈ જશે. પરંતુ તેને ખ્યાલ નથી કે તે ગમે એટલો કાળો જાદૂ કરો, અંધવિશ્વાસ કરો, જનતાનો વિશ્વાસ તેના પર ફરી બની શકશે નહીં.

કોંગ્રેસે 5 ઓગસ્ટે મોંઘવારી વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ
કોંગ્રેસ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા અને મોટો હોબાળો પણ થયો હતો.

કોંગ્રેસે 5 ઓગસ્ટે મોંઘવારી વિરુદ્ધ સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ કાળા કપડા પહેર્યાં હતા. દિલ્હીમાં સંસદની પાસે પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતાઓને પોલીસે કસ્ટડીમાં લીધા હતા. જેમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ હતા, તેમની અટકાયત કરાઇ હતી. હવે મોદીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch