ફાઇલ ફોટો
જમ્મુ-કાશ્મીરઃ કાશ્મીરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ચાલી રહી છે, દરમિયાન રાહુલે પૂર્વ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદની માફી માંગી છે અને તેમને પાર્ટીમાં પાછા આવવા ઇશારો કર્યો છે. ગુલામ નબી આઝાદના નજીકના બધા જ નેતાઓ આ યાત્રામાં પહોંચ્યાં હતા પરંતુ આઝાદ અહીં હાજર ન હતા, તેના પર કહ્યું કે જો અમે તેમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડ્યું હોય તો તેના માટે હું માફી માંગું છું. ઘણા મતભેદો બાદ આઝાદે કોંગ્રેસ છોડી દીધી છે. પરંતુ હવે રાહુલે તેમની માફી માંગીને તેમને ફરીથી નજીક કરવાનો પ્રયાસ કર્યો છે.
જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીનો સંકલ્પ વાંચો. તે જ પાર્ટીનો પક્ષ છે. ભાજપે જમ્મુ-કાશ્મીર વચ્ચે અંતર ઊભું કર્યું છે. હું તેને દૂર કરવા માંગુ છું. અહીંના યુવાનો બેરોજગારીથી પરેશાન છે.
કોંગ્રેસની યાત્રાનો હેતુ લોકોનો અવાજ સાંભળવાનો અને તે અવાજને લોકોના દિલમાં ઉઠાવવાનો છે. પ્રેમની એક નહીં પણ ઘણી દુકાનો ખોલવી જોઈએ. હિંસાથી કંઇ જ પ્રાપ્ત થઈ શકતું નથી. કાશ્મીરી પંડિતોની પીડા પરના સવાલ પર તેમણે કહ્યું કે તેઓ તેમનું સમર્થન કરે છે અને સંસદમાં તેમને લગતા મુદ્દા ઉઠાવશે.
ભારત જોડો યાત્રા નગરોટાથી શરૂ થઈ હતી અને ઝજ્જર કોટલી પહોંચી હતી.રાહુલ ગાંધીએ અહીં પત્રકાર પરિષદ સંબોધતા આ વાતો કહી હતી. કહ્યું કે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા હવે જમ્મુ-કાશ્મીર પહોંચી છે. તેમનું લક્ષ્ય દેશને જોડવાનું છે. ભાજપ અને આરએસએસના લોકોએ જે નફરતનું વાતાવરણ ઊભું કર્યું છે તેની સામે ઊભા રહેવાનું છે.
વિરોધીઓ પર રાહુલનો પ્રહાર
તેમણે ભાજપ અને કેટલાક ઉદ્યોગપતિઓ પર પ્રહાર કરતા જણાવ્યું કે દેશના પૈસા કેટલાક જ લોકોના હાથમાં જઈ રહ્યાં છે. જેને કારણે મોંઘવારી અને બેરોજગારી વધી રહી છે અમે ઇચ્છીએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં વહેલી તકે વિધાનસભા શરૂ થાય. યુટી બની ગયેલા રાજ્યમાં લોકશાહી પ્રણાલીને પુન:સ્થાપિત કરવી જોઈએ.મને જમ્મુ-કાશ્મીરના લોકો પાસેથી ઘણું શીખવા મળ્યું છે.
દિગ્વિજય સિંહના નિવેદન પર શું કહ્યું ?
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસે દેશને આઝાદી અપાવી છે. જ્યારે કોંગ્રેસ અંગ્રેજો સામે લડી રહી હતી ત્યારે ભાજપ અને આરએસએસના લોકો અંગ્રેજો સાથે ઉભા હતા. તેમના નેતાઓએ બે રાષ્ટ્રનો સિદ્ધાંત આપ્યો, દિગ્વિજય સિંહે આપેલું નિવેદન તેમનો અંગત અભિપ્રાય છે. કોંગ્રેસ એક લોકતાંત્રિક પાર્ટી છે. તેમાં સંવાદ માટે જગ્યા છે, જ્યારે ભાજપ અને આરએસએસ પાસે સંવાદ માટે જગ્યા નથી. દિગ્વિજયસિંહ અનેક વખત સંઘ અને મોદી પર પ્રહાર કરી ચુક્યાં છે. હવે રાહુલ પણ સંઘ સામેનો તેમનો ગુસ્સો દેખાડી રહ્યાં છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27