Thu,18 April 2024,4:57 pm
Print
header

કૉંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી ફરી એક વખત ટળી, CWCએ કોરોના મહામારીને કારણે લીધો નિર્ણય

ચૂંટણી પાછી ઠેલાતા કોંગ્રસનું બળવાખોર જૂથ પાછું નારાજ થશે. 

નવી દિલ્હી: કૉંગ્રેસના આગામી અધ્યક્ષની ચૂંટણી ફરી એક વખત ટાળી દેવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોના હવાલાથી જાણકારી આપી કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી આગળ માટે સ્થગિત થઈ ગઈ છે. દેશમાં કોરોના મહામારીથી ઊભી થયેલી સ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પાછલી બેઠકમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિએ 23 જૂને મતદાનની તિથિ આપી હતી. સૂત્રો પ્રમાણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનો આગામી કાર્યક્રમ કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા નક્કી કરવામાં આવશે.

આ પહેલા આજે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં બોલતા સોનિયા ગાંધીએ કહ્યું કે, જ્યારે આપણે 22 જાન્યુઆરીએ મળ્યાં તો નક્કી કર્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા જૂનના અંત સુધી પૂરી થઈ જશે. તેમણે જણાવ્યું કે, ચૂંટણી સમિતિના અધ્યક્ષ મધુસૂદન મિસ્ત્રીએ તેની રૂપરેખા તૈયાર કરી છે.

કૉંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક બોલાવી હતી. આ બેઠકમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની હાર પર મંથન કરવામાં આવ્યું. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે, પાર્ટીએ વિધાનસભા ચૂંટણીમાં પોતાની નિષ્ફળતા પર ધ્યાન આપવું પડશે અને યોગ્ય કારણો શોધી વાસ્તવિકતાનો સામનો કરવો પડશે.

કોંગ્રેસ વર્કિંગ કમિટીની એક મહત્વપૂર્ણ બેઠકને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, આપણે તેવા દરેક પાસાને જોવા માટે એક નાના સમૂહની રચના કરવાનો ઇરાદો છે, જે આ પ્રકારના ફેરફારનું કારણ બને. આ બેઠકમાં તે પણ જણાવવામાં આવ્યું કે જૂનના અંતમાં કોંગ્રેસના આગામી અધ્યક્ષની ચૂંટણી કરાવવામાં આવશે. તેની વિસ્તૃત જાહેરાત કરવામાં આવી શકે છે. કોંગ્રેસની કાર્યસમિતિમાં પૂર્વ પીએમ મનમોહનસિંહ સિવાય એકે એન્ટોની અને પાર્ટીના નારાજ જૂથ જી-23ના ગુલામ નબી આઝાદ પણ સામેલ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch