Fri,19 April 2024,8:32 am
Print
header

કોંગ્રેસને કેલ્શિયમના ઇન્જેક્શન આપીને પણ બચાવી શકાય તેમ નથી: અસરૂદ્દીન ઓવૈસી

મુંબઇ: AIMIM ના હૈદરાબાદના સાંસદ અસરૂદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપી દીધુ છે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં મુંબઇમાં તેમની પાર્ટીના ઉમેદવારની સભામાં તેમને કહ્યું કે દેશમાં કોંગ્રેસ હવે ખતમ થઇ ગઇ છે, કોંગ્રેસને જો કેલ્શિયમનું ઇન્જેકશ આપવામાં આવશે તો પણ તેને બચાવી શકાય તેમ નથી, તેમને કહ્યું કે દેશના રાજકારણના નકશામાંથી તેનો સફાયો થઇ ગયો છે.

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ઓવૈસીએ બંને રાજ્યોમાં કોંગ્રેસની હાર થવાની વાત કરતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓ અમને ભાજપની બી ટીમ ગણાવતા હતા, અમારી પર આક્ષેપ કરનારી કોંગ્રેસના બેહાલ થયા છે, એક પછી એક સિનીયર નેતાઓ પાર્ટી છોડીને જઇ રહ્યાં છે, નોંધનિય છે કે ઓવૈસી ભાજપ સામે પ્રહાર કરવામાં અને ભાજપની નીતિઓનો વિરોધ કરવામાં પણ અવ્વલ છે અને હવે તેમને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch