Wed,24 April 2024,5:40 pm
Print
header

મ્યુકોરમાઇકોસિસ રોગની સારવારમાં વિજય રૂપાણી સરકાર નિષ્ફળઃ કોંગ્રેસ

સરકારની બેદરકારીને કારણે મ્યુકોરમાઇકોસિસના દર્દીઓ જીવ ગુમાવી રહ્યાં છેઃ કોંગ્રેસ

સરકાર મ્યુકોરમાઇકોસિસની બિમારીને મહામારી જાહેર કરેઃ મનીષ દોશી

અમદાવાદઃ રાજ્યમાં કોવિડ- 19 બાદ હવે મ્યુકોમાઇકોસિસ મહામારીનું જોખમ ઉભુ થયુ છે. આ બિમારીની સારવાર માટેના ઇન્જેક્શનની ભારે અછત જોવા મળી છે. જો કે રાજ્ય સરકારે મ્યુકોરમાઇકોસિસની બિમારીની સારવાર માટેના ઇન્જેક્શન પુરા પાડવા માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી છે. સામે કોંગ્રેસે આજે વિજય રૂપાણી સરકાર પર ગંભીર આરોપ લગાવ્યાં છે.પ્રવક્તા મનીષ દોષીએ જણાવ્યું છે કે સરકારે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી રહી છે પરંતુ સરકારની નિષ્ફળતાઓ છતી થઇ રહી છે સરકારની બેદરકારીને લીધી સંગ્રહખોરી કરવાના કિસ્સા વધશે.

રાજસ્થાનમાં મ્યુકોરમાઇકોસિસ બિમારીને મહામારી તરીકે જાહેર કરી છે. ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના અનેક કિસ્સાઓ બન્યા છે અને દર્દીઓ મોતને ભેટી રહ્યાં છે.જેથી રાજ્ય સરકારે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઇને આ બિમારીને મહામારી તરીકે જાહેર કરીને દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે વ્યવસ્થા કરવી જોઇએ. કોરોનામાં છ જેટલા રેમડેસિવિર ઇન્જેક્શનની જરુરિયાત રહેતી હતી.જ્યારે મ્યુકોરમાઇકોસિસની બિમારીમાં 30 ઇન્જેક્શનથી માંડીને 90 ઇન્જેક્શન આપવાની જરૂર રહે છે જેમાં દર્દીઓ આર્થિક રીતે પાયમાલ બની જાય છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર આરોપ મુક્યો કે સરકાર આરોગ્યની બાબતમાં નિષ્ફળ છે. જેને કારણે કોરોના બાદ હવે મ્યુકોરમાઇકોસિસમાં પણ મોટાપાયે મોત થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch