Fri,19 April 2024,9:02 pm
Print
header

પેપરકાંડ પર કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની માંગ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવો કેસ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એક વાર પેપર ફૂટ્યું છે. જેને લઈને લાખો યુવાનોના સપનાં રોળાઈ ગયા છે.પેપર ફૂટવાની ઘટનાને લઈને રાજ્યમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.આ અંગે કોંગ્રેસે પ્રેસ ફોન્ફરન્સ કરી હતી.જેમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ કહ્યું, ભરોસાની ભાજપ સરકારે ભરોસાની ભેંસ સમાન 20 મો પાડો જણ્યો છે. આ ભાજપ સરકાર વ્હાઇટ પેપર બહાર પાડે કે એમના કાર્યકાળમાં કેટલા પેપર ફૂટ્યાં છે, તેમાં કેટલા ગુના દાખલ થયા, કેટલા આરોપીઓ જેલમાં ગયા, કેટલા મુખ્ય સૂત્રોધાર પકડાયા નથી. નાની માછલીઓની ધરપકડ થઈ રહી છે, મોટા માથાઓ છૂટી જાય છે. 

મેવાણીએ કહ્યું તમામ આરોપીઓને જેલના સળિયા પાછળ મોકલો, પહેલા જે લોકો પેપર ફોડતા હતા એ જ લોકો ફરી પકડાયા એટલે એ સાબિત થાય છે કે બધી વખત તપાસ પુરી થતી નથી. વારંવાર થતા પેપર લિક મામલે SIT ની રચના કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઇએ. જુનિયર ક્લાર્ક પેપર કાંડ મામલે ATS એ 15 આરોપીઓને ઝડપી પાડ્યાં છે અને હજુ અનેકના નામો સામે આવી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch