Fri,26 April 2024,1:58 am
Print
header

પ્રજાની પડખે કોંગ્રેસ, ધારાસભ્યોની ચાલુ વર્ષની રૂ. 1.50 કરોડની ગ્રાંટ કોવિડ-19 માટે વાપરવા હાઇકોર્ટમાં સુઓમોટો અરજી

કોંગ્રેસના 65 ધારાસભ્યો વતી ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સુઓમોટો અરજી  હાઇકોર્ટમાં ફાઇલ કરી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના સંક્રમણની ચિંતાજનક સ્થિતી બની રહી છે જનતા હેરાન પરેશાન થઇ રહી છે સુવિધાઓનો અભાવ છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે પણ સરકાર સામે આકંરુ વલણ અપનાવ્યું છે અને આરોગ્યની સેવાઓને લઇને સરકારની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યાં છે. તેવામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ હાઇકોર્ટમાં કોંગ્રેસનાં તમામ ધારાસભ્યોને મળવાપાત્ર ગ્રાન્ટ રૂ.1.5 કરોડ જે તે વિસ્તારમાં ઓકસીજન પ્લાન્ટ, સિલિન્ડર, બેડ, દવા તેમજ અન્ય આરોગ્ય સુવિધા માટે સંપૂર્ણ વાપરવાની  માંગ સાથે સુઓમોટો અપીલ દાખલ કરી છે. 

કોંગ્રેસની અપીલમાં જણાવવામાં આવ્યું છે કે ધારાસભ્ય દીઠ રુપિયા 25 લાખની ગ્રાંટ કોવિડની મહામારી સામે લડવા માટે પુરતી નથી. જેથી વર્ષ 2021-22 માં દોઢ કરોડની ગ્રાંટ કોવિડ સામે લડાઇમાં ઉપયોગમાં લેવી જરુરી છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ જોખમી છે ત્યારે આ ગ્રાંટનો ઉપયોગ અહીં થાય તો અનેક જરૂરિયાત મંદોને ફાયદો થઇ છે. આમ કોંગ્રેસે સુઓમોટો અપીલ દાખલ કરીની જનતા માટે સુવિધાઓ વધારવાનો મોટો પ્રયાસ કર્યો છે. બીજી તરફ ભાજપના નેતાઓ જનતાની વચ્ચે જઇ રહ્યાં નથી જેથી નાગરિકોમાં ભાજપ સરકાર સામે રોષ વ્યાપી ગયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch