Fri,19 April 2024,10:30 pm
Print
header

વિપક્ષ સંપૂર્ણ રીતે એકજૂથ, 2024ની ચૂંટણીના પરિણામો લોકોને આશ્ચર્યચકિત કરશેઃ રાહુલ ગાંધી

અમેરિકાઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વિપક્ષ ખૂબ જ સારી રીતે એકજૂથ છે અને નીચલા સ્તરે પણ ખૂબ સારું કામ થઈ રહ્યું છે. તે આગામી સામાન્ય ચૂંટણીઓ (2024 લોકસભા ચૂંટણી)માં લોકોને આશ્ચર્યજનક કરશે. યુ.એસ.ના ત્રણ શહેરોના પ્રવાસે ગયેલા ગાંધીએ અહીં નેશનલ પ્રેસ ક્લબ ખાતે મીડિયા સાથેની વાતચીત દરમિયાન અનેક પ્રશ્નોના જવાબ આપ્યાં હતા.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે મને લાગે છે કે પાર્ટી આગામી બે વર્ષમાં ખૂબ સારું પ્રદર્શન કરશે. મને લાગે છે કે તે થશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો તરફ ઈશારો કરતા ગાંધીએ કહ્યું કે, અને આગામી ત્રણ-ચાર રાજ્યોની ચૂંટણીઓ માટે રાહ જુઓ. જે આવનાર છે તેની આ એક સારી નિશાની છે. કર્ણાટકમાં કોંગ્રેસે જંગી જીત મેળવી અને ભાજપને સત્તા પરથી હટાવી દીધી હતી.

અન્ય એક પ્રશ્નના જવાબમાં ગાંધીએ કહ્યું કે ભારતમાં વિપક્ષ સંપૂર્ણ રીતે એકજૂટ છે. અને મને લાગે છે કે તે વધુ ને વધુ એક થઈ રહ્યું છે. અમે તમામ વિરોધ પક્ષો સાથે વાતચીત કરી રહ્યાં છીએ. મને લાગે છે કે તે ખૂબ જ સારી રીતે કામ કરી રહ્યું છે. રાહુલ ગાંધીએ ભારતમાં પ્રેસ અને ધાર્મિક સ્વતંત્રતા, લઘુમતીઓને સામનો કરી રહેલા મુદ્દાઓ અને અર્થવ્યવસ્થાની સ્થિતિ સહિતના અનેક પ્રશ્નોના જવાબ આપ્યાં હતા.

સંસદ સભ્યપદેથી ગેરલાયક ઠર્યાની કરી વાત

રાહુલ ગાંધીએ કહ્યું કે હું ભારતનો પહેલો વ્યક્તિ છું જેને 1947 પછીના ઈતિહાસમાં કોઈપણ માનહાનિના કેસમાં સૌથી વધુ સજા આપવામાં આવી છે. કોઈને મહત્તમ સજા આપવામાં આવી નથી, તે પણ પ્રથમ ગુનામાં. સંસદમાં અદાણી વિશેના મારા ભાષણ પછી તમારી સાથે શું થઈ રહ્યું છે તે સ્પષ્ટ હોવું જોઈએ અને મારી ગેરલાયકાત વધુ રસપ્રદ છે.

રાહુલ ગાંધીએ ભારત-રશિયા સંબંધો પર વાત કરી હતી

જ્યારે રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે ભારત-રશિયા સંબંધો પર કોંગ્રેસ કેવી પ્રતિક્રિયા આપશે ? તેના પર તેમણે કહ્યું કે હું એ જ જવાબ (રશિયાને) આપીશ જે અમારી સરકારે આપ્યો છે. અમે (કોંગ્રેસ) પણ એ જ રીતે જવાબ આપીશું. કારણ કે રશિયા સાથે ભારતના આવા સંબંધો છે અને તેને નકારી શકાય તેમ નથી. અમારી નીતિ એ જ રહેશે.

ભારત-ચીન સંબંધો જટિલ છે, સુધારવા માટે સરળ નથી: રાહુલ ગાંધી

રાહુલે બુધવારે રાત્રે કેલિફોર્નિયાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.ભારત-ચીન સંબંધો વિશે કહ્યું કે ભારત ચીનના દબાણમાં પીછેહઠ કરી શકે નહીં. બંને પાડોશીઓ વચ્ચેના સંબંધો જટિલ છે. તેઓ સુધરવાના નથી. જ્યારે એક વિદ્યાર્થીએ તેમને પૂછ્યું કે આગામી 5-10 વર્ષમાં ભારત-ચીન સંબંધો કેવી રીતે વિકસિત થશે ? તેના પર રાહુલે જવાબ આપ્યો કે બંને પાડોશીઓ વચ્ચેના સંબંધો મુશ્કેલ છે. ચીને ભારતના કેટલાક વિસ્તારો પર કબ્જો જમાવ્યો છે. જો ચીન સમજે છે કે તે ભારતને નબળું પાડી શકે છે તો આવું કંઈ થવાનું નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch