Sat,20 April 2024,2:01 pm
Print
header

રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, સાંસદ સભ્યનું પદ ગયા પછી હવે બંગલો ખાલી કરવા નોટિસ

નવી દિલ્હીઃ મોદી સરનેમ માનહાનિ કેસમાં લોકસભા સદસ્યતા ગુમાવ્યાં બાદ હવે રાહુલ ગાંધીએ સરકારી  બંગલો ખાલી કરવો પડશે. આ માટે લોકસભા હાઉસિંગ કમિટીએ રાહુલ ગાંધીને બંગલો ખાલી કરવા નોટિસ પાઠવી છે. સમિતિએ 22 એપ્રિલ સુધીમાં 12 તુગલક રોડ સ્થિત સરકારી આવાસ ખાલી કરવાનો આદેશ આપ્યો છે. રાહુલ જ્યારથી વાયનાડથી સાંસદ બન્યાં હતા, ત્યારથી તેમને આ બંગલો ફાળવાયો હતો.

રાહુલ ગાંધીને 23 માર્ચના રોજ સુરતની કોર્ટે ક્રિમિનલ માનહાનિ કેસમાં દોષી જાહેર કર્યાં હતા. કોર્ટે તેમને 2 વર્ષની જેલની સજા સંભળાવી હતી.અને 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. કોર્ટે રાહુલ ગાંધીની સજા 30 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધી છે, જેથી તેઓ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. ગત શુક્રવારે લોકસભા સચિવાલયે તેમનું સંસદ સભ્ય પદ રદ કરી દીધું હતું.

લોકસભાની વેબસાઈટ પરથી રાહુલનું નામ હટાવી લેવાયું છે. લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીની સંસદીય સીટ વાયનાડને હવે ખાલી જાહેર કરી દીધી છે. આ સીટ પર ગમે ત્યારે ચૂંટણી થઇ શકે છે. રાહુલે 2019માં કર્ણાટકમાં એક સભામાં મોદી સમાજ માટે વિવાદિત નિવેદન આપ્યું હતુ  "શા માટે બધા ચોરોની અટક મોદી હોય છે ? જે બાદ તેમની સામે માનહાનિ કેસ થયો હતો.

ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે ક્રિમિનલ માનહાનિનો કેસ કર્યો હતો. રાહુલ ગાંધીના આ નિવેદનને કરોડો ઓબીસી સમાજના લોકોનું અપમાન ગણાવ્યું હતુ. પૂર્ણેશ મોદીએ પોતાની અરજીમાં માનહાનિના ડઝનથી વધુ કેસોનો ઉલ્લેખ કરીને કોર્ટમાં અરજી કરી હતી. આ કારણે 3 વર્ષ અને 11 મહિના સુધી ચાલેલા આ કેસમાં રાહુલ ગાંધીને કોઇ રાહત મળી નથી.

જો રાહુલ ગાંધીની સજાને ઉચ્ચ અદાલત માન્ય રાખશે તો તેઓ આગામી 8 વર્ષ સુધી ચૂંટણી નહીં લડી શકે. બે વર્ષની સજા પૂરી કર્યાં બાદ તે છ વર્ષ માટે અયોગ્ય ઠરશે. રાહુલ ગાંધી હવે સુરત કોર્ટના નિર્ણયને ઉચ્ચ અદાલતમાં પડકારી શકે છે. કોંગ્રેસે આ કાર્યવાહીની કાયદેસરતા પર સવાલ ઉઠાવ્યાં છે, માત્ર રાષ્ટ્રપતિ જ ચૂંટણી પંચ સાથે પરામર્શ કરીને કોઈ સાંસદને ગેરલાયક ઠેરવી શકે છે. તેવું કોંગ્રેસના સિનિયર નેતાઓનું કહેવું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch