Thu,25 April 2024,7:29 pm
Print
header

ગુજરાતમાં કોમી તોફાનો રાજકીય ઈશારે થઈ રહ્યાં છે ! કોંગ્રેસના નેતા અમિત ચાવડાનો ગંભીર આરોપ -Gujaratpost

ગુજરાતની જનતાની સુરક્ષાની જવાબદારી ભાજપ સરકારની છે

રાજ્યમાં કોમી તોફાનો રાજકીય ઇશારે થઈ રહ્યાં હોવાનો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો

આણંદઃ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યાં છે. રાજ્યમાં કોમી તોફાનો રાજકીય ઇશારે થઈ રહ્યાં હોવાનો આરોપ અમિત ચાવડાએ લગાવ્યો છે. તોફાનોની તપાસ માટે સરકારે SITની ટીમનું ગઠન કરવું જોઈએ. હાઇકોર્ટના સિટિંગ જજની દેખરેખ હેઠળ ન્યાયિક તપાસ થવી જોઈએ. તોફાનો કરાવનારા લોકો સામે સરકાર કડક કાર્યવાહી કરે, સમગ્ર મામલે અમિત ચાવડાએ પોલીસને આડે હાથ લીધી છે. પોલીસ હપ્તા લેવામાં વ્યસ્ત હોવાથી કાયદો જાળવવામાં નિષ્ફળ થઈ હોવાનું તેમને જણાવ્યું છે.

અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, સરકાર પાસે અમારી સ્પષ્ટ માંગ છે કે કોમી તોફાનોની તપાસ થવી જોઈએ. ક્યાંય આવા છમકલાઓ પાછળ કોઈ રાજકીય એજન્ડા તો નથી,આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આવું કાવતરું ઘડવામાં નથી આવતું ને તેની તપાસ થવી જોઈએ.  જે લોકો જવાબદાર હોય, કોઇ પણ પક્ષના હોય કે કોઈ પણ જાતિના હોય તેમની સામે પગલા લેવા જોઈએ.  જે લોકો આવા ખોટા કૃત્ય માટે જવાબદાર હોય તેમની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. ગુજરાતની જનતાની સુરક્ષાની જવાબદારી ભાજપ સરકારની છે તેને યોગ્ય રીતે નિભાવવામાં આવે.

આણંદના બોરસદમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં એક પોલીસ કર્મચારી પણ ઇજાગ્રસ્ત થયા છે. મોડી રાત્રે બે જૂથ સામેસામે આવી જતા પથ્થરમારો થયો હતો. જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે. બોરસદમાં અજંપાભરી સ્થિતી છે. જેને કારણે રેન્જ IG સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે. ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માની મોહમ્મદ પયગંબર સાહેબ પરથી વિવાદીત ટિપ્પણી પછી ગુજરાતમાં પણ દેખાવો થઇ રહ્યાં છે અને સ્થિતી વણસી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch