Tue,23 April 2024,6:34 pm
Print
header

ગુજરાતમાં કોરોનાથી 2.81 લાખ લોકોના મોત થયા હોવાનો કોંગ્રેસનો દાવો

(ફાઈલ તસવીર)

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કોરોનાના કેસ ઘટી ગયા છે અને મૃત્યુઆંક કાબૂમાં છે. પરંતુ જ્યારે કોરોનાની બીજી લહેર પીક પર હતી ત્યારે રાજ્યમાં રોજના કોવિડ-19ના હજારો કેસ નોંધાતા હતા, મૃત્યુઆંક પણ ભયજનક હતો. ઘણા શહેરોમાં સ્મશાનમાં વેઇટિંગ તો અમુક જગ્યાએ કામચલાઉ સ્મશાન ઉભા કરવા પડ્યા હતા. હવે કોરોનાના મૃત્યુઆંકને લઇને ગુજરાતમાં રાજનીતિ શરૂ થઇ છે. કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે રાજ્યની 68 નગરપાલિકાઓમાં મૃત્યુંના આંકડાઓનું વિશ્લેષણ કરતાં માલુમ પડયુ કે માર્ચ 2020થી એપ્રિલ 2021 સુધી 16,892થી વધુ લોકોના મૃત્યું થયા છે.

કોંગ્રેસનો દાવો છે કે ગુજરાતમાં કોરોનાથી 2.81 લાખ લોકોના મોત થયા છે. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકાર કોરોનાનો મૃત્યુઆંક 10,075 દર્શાવે છે. હકીકતમાં આ આંકડો ખોટો છે. આરટીઆઇના માધ્યમથી આ માહિતી બહાર આવી છે. કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ખૂબ ઘાતક હત, વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે રાજ્યમાં કોરોનામાં અનેક લોકો મોતને ભેટયા છે. જ્યારે સરકારી ચોપડે માત્ર 10 હજારના જ મોત નોંધાયા છે. ધાનાણીએ માંગ કરી છે કે, કોરોનાથી થયેલા મૃત્યુંના આંકડા છુપાવવાની ભૂલ ના કરે સરકાર. આગામી દિવસોમાં ત્રીજી લહેર પણ આવી શકે છે. રાજ્યના 8 મહાનગરો, 256 તાલુકાઓ અને ગ્રામ પંચાયતોમાં મૃત્યુની નોંધણી થઈ છે ત્યારે રાજ્ય સરકારે કોરોનાનો સાચો મૃત્યુઆંક જનતા સમક્ષ રજૂ કરવા જોઈએ. કોંગ્રેસે કોરોના મૃતકના પરિવારજનોને રૂ.4 લાખ વળતર, રહેમરાહે નોકરી આપવા માંગ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch