Thu,18 April 2024,9:54 pm
Print
header

કોંગ્રેસ નેતાએ ચિત્તા સાથેનો ફોટો શેર કરીને મોદી પર કર્યો કટાક્ષ, કહ્યું- મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાનો તમાશો- Gujarat Post

કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું, PM મોદી પર કર્યાં પ્રહાર

ચિત્તા પ્રોજેક્ટ માટે 25.04.2010ના રોજ મારી કેપટાઉનની મુલાકાતનો ઉલ્લેખ કેમ નહીં ? 

નવી દિલ્હીઃ PM મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં નામીબિયાથી લાવવામાં આવેલા ચિત્તાઓને છોડ્યાં છે. પીએમ મોદીએ આ વિશે કહ્યું કે સમયનું ચક્ર આપણને ભૂતકાળને સુધારીને નવું ભવિષ્ય બનાવવાની તક આપે છે.આજે સદભાગ્યે આપણી સામે એવી જ ક્ષણ છે. દાયકાઓ પહેલા જૈવ વિવિધતાની જે કડી તૂટી ગઈ હતી, આજે તેને ફરી જોડવાની તક આપણને મળી છે.આજે ભારતની ધરતી પર ચિત્તા પરત આવ્યાં છે."

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન બાદ કોંગ્રેસ હુમલાખોર બની છે.કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કર્યું, "PM સત્યનો ભાગ્ય જ સ્વીકાર કરે છે. ચિત્તા પ્રોજેક્ટ માટે 25.04.2010ના રોજ મારી કેપટાઉનની મુલાકાતનો ઉલ્લેખ થવો જોઇએ. આજે PMએ બિનજરૂરી તમાશો કર્યો.આ રાષ્ટ્રીય મુદ્દાઓને દબાવવાનો પ્રયાસ છે.#BharatJodoYatra પરથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે."

જયરામ રમેશે આગામી ટ્વીટમાં કહ્યું, "2009-11 દરમિયાન જ્યારે વાઘોને પહેલીવાર પન્ના અને સરિસ્કામાં ખસેડવામાં આવ્યાં હતા, ત્યારે ઘણા લોકો આશંકા વ્યક્ત કરી રહ્યાં હતા. તેઓ ખોટા સાબિત થયા. ચિત્તા પ્રોજેક્ટ પર પણ આવી જ ભવિષ્યવાણીઓ કરવામાં આવી રહી છે. જો કે હું આ પ્રોજેક્ટ માટે શુભેચ્છા પાઠવું છું!"

'ચિતાઓના પુનર્વસન માટે નથી થયા સાર્થક પ્રયાસો'

નોંધપાત્ર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના જન્મદિવસ નિમિત્તે ​​નામિબિયાથી ભારતમાં આવેલા ચિત્તાને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડ્યા. આ દરમિયાન પીએમ મોદીએ પોતે આ ચિત્તાઓની તસવીરો લીધી હતી. ચિતાઓને છોડયા બાદ પીએમ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું કે, "1947માં જ્યારે દેશમાં માત્ર છેલ્લા ત્રણ ચિત્તા બચ્યા હતા, ત્યારે તેમનો પણ શિકાર કરી લેવામાં આવ્યો. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે 1952માં ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દીધા, પરંતુ તેમના પુનર્વસન માટે કોઈ સાર્થક પ્રયાસો કરવામાં આવ્યા ન હતા. આજે આઝાદીના અમૃતકાળમાં દેશ નવી ઉર્જા સાથે ચિત્તાઓના પુનર્વસનમાં લાગી ગયો છે. અમૃતમાં એ શક્તિ હોય છે જે મૃત લોકોને પણ જીવિત કરી શકે છે."

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch