Fri,19 April 2024,4:11 am
Print
header

શું કોંગ્રેસે અજય માકનને રાજસ્થાનની જવાબદારી સોંપીને ભૂલ કરી ? માકનને જોઈને ધારાસભ્યોનો ગુસ્સો ફાટ્યો- Gujarat Post

રાજસ્થાનમાં બળવાની કોંગ્રેસ હાઈકમાન્ડને કેમ પહેલા જાણ ન થઈ ?

રાજસ્થાનઃકોંગ્રેસના ધારાસભ્યો અને મંત્રીઓના બળવામાં કોંગ્રેસના જ મોટા નેતાની ભૂલ હોય તેમ લાગી રહ્યું છે.પાર્ટીએ જે નેતાને રાજસ્થાનના પ્રભારી બનાવ્યાં તેઓ નિષ્ફળ રહ્યાં છે. રાજસ્થાનના પ્રભારી અજય માકનને ધારાસભ્યોની બેઠકમાં નવા નેતાનું નામ પસંદ કરવાની અને હાઈકમાન્ડને જાણ કરવાની જવાબદારી સોંપવામાં આવી ત્યારે જ આ ગુસ્સો વધુ ભડક્યો હતો. 

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોનું માનવું છે કે પાર્ટીના પ્રભારી અજય માકનને લઈને શરૂઆતથી જ રાજસ્થાનના નેતાઓમાં નારાજગી હતી.આ બળવા અંગે કોંગ્રેસ હાઈ કમાન્ડને કેમ જાણ ન થઈ તે અંગે કોંગ્રેસના નેતાઓમાં ચર્ચાઓ છે.

2018 માં જ્યારથી કોંગ્રેસ સત્તામાં આવી ત્યારથી જ સમસ્યાઓ હતી. ત્યારે પણ મુખ્યમંત્રી પદને લઇને વિવાદ હતો.અશોક ગેહલોતને  મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં ત્યારથી અંદરો અંદર વિરોધ વધવા લાગ્યો હતો. સચિન પાયલટની મહેનતને કારણે રાજસ્થાનમાં કોંગ્રેસ જીતી હોવાનું નિષ્ણાંતોનું માનવું હતુ, જો કે પાયલટને સાઇડ લાઇન જ રખાયા હતા.સીએમ પદની ખુરશી અશોક ગેહલોતને આપવામાં આવી હતી ત્યારથી સચિન પાયલટ અને અશોક ગેહલોત વચ્ચે વિવાદ શરૂ થયો હતો. કેન્દ્રના ઘણા નેતાઓ સચિન પાયલટ સાથે હતા.ઘણા નેતાઓ અશોક ગેહલોતને સમર્થન કરતા હતા.હવે રાજસ્થાનના પ્રભારી અજય માકન જયપુર પહોંચ્યાં ત્યારે ફરીથી તેમની સામે રોષ જોવા મળ્યો હતો. 

પાયલટ માટે સોફ્ટ કોર્નર હોવાનો આરોપ 

રાજકીય નિષ્ણાતો અનુસાર અજય માકનને લઈને પાર્ટીમાં પહેલાથી જ વિરોધ હતો.કારણ કે અજય માકન સચિન પાયલટ માટે સોફ્ટ કોર્નર ધરાવે છે.તેઓ એક તરફી નિર્ણયો લેતા હતા. રાજસ્થાન કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે આ વિવાદ આગળ વધી રહ્યો છે. રાજસ્થાનમાં કોંગ્રેસની મુશ્કેલીઓ વધી રહી છે.

કોંગ્રેસના કેટલાક નેતાઓનું કહેવું છે કે જ્યારે હાઈકમાન્ડે અજય માકનને રાજસ્થાનના પ્રભારી બનાવ્યાં ત્યારે જ ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે રાજસ્થાનમાં ગમે ત્યારે વિસ્ફોટ થવાનો છે. હવે કોંગ્રેસના નેતાઓમાં બે જૂથ બની ગયા છે,એક જૂથ ગેહલોતને જ સીએમ પદે ઇચ્છે છે.બીજુ જૂથ સચિન પાયલટને સીએમ પદે ઇચ્છે છે 

ધારીવાલે અજય માકન પર લગાવ્યો આરોપ 

અશોક ગેહલોતના સમર્થક મંત્રી શાંતિ ધારીવાલે પ્રભારી અજય માકન પર અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદેથી હટાવવાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.તેમણે આરોપ લગાવ્યો કે તેઓ અશોક ગેહલોતને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા માટે જ જયપુર આવ્યાં હતા. તેમણે પાયલટ માટે લોબિંગ કર્યું છે.

અજય માકનને લઈને નેતાઓમાં હતો મતભેદ 

વિવાદ માટે પાર્ટીના કેટલાક સિનિયર નેતાઓનું કહેવું છે કે જો રાજસ્થાનના પ્રભારીને લઈને કોંગ્રી નેતાઓ વચ્ચે મતભેદ હતા તો પાર્ટીએ અન્ય કોઈ નેતાને ત્યાં મોકલવા જોઈતા હતા. કોંગ્રેસના નેતાઓએ તમામ દોષ પ્રભારી પર નાખ્યો છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch