Fri,28 March 2025,1:15 am
Print
header

કોંગ્રેસ નેતા પૂંજા વંશની પોલીસને ખુલ્લી ચીમકી, ખાખી ઉતારીને ભાજપમાંથી ચૂંટણી લડવા આવી જાજો

પોલીસને પટ્ટા ઉતારી નાખવાની આપી ચીમકી, પોલીસ પર ભાજપને મદદ કરવાનો આરોપ

જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ જામી રહ્યો છે અને નેતાઓ કંઇ પણ બોલી રહ્યાં છે, જૂનાગઢમાં જાહેર સભામાં કોંગ્રેસના નિરીક્ષક પૂંજા વંશે પોલીસ અને વહીવટી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો, તેમને પોલીસને ચીમકી આપતા કહ્યું કે તમે ખાખી વર્દી ઉતારી નાખો અને ભાજપમાં જઇને ચૂંટણી લડવા અમારી સામે આવો તો ખબર પડે. તમે ભાજપી ચમચાગીરી છોડી દેજો નહીં તો પરિણામ સારું નહીં આવે.

પૂંજા વંશે પોલીસ અને વહીવટી તંત્રને ભાજપની ચાપલૂસી કરનારા ગણાવીને પ્રહાર કર્યાં હતા. કહ્યું કે તમારા પટ્ટા ઉતારતા વાર નથી લાગવાની, તમારા જેવા અનેક ભૂતકાળમાં જેલમાં ગયા છે. તમે ખોટી રેડ કરી રહ્યાં છો અને અસામાજિક પ્રવૃતિઓમાં પણ તમારી ભાગીદારી છે. પોલીસ પર આરોપ લગાવ્યો કે ગુંડાગીરી પણ તમારા કારણે જ વધી રહી છે.

ત્યારે પૂંજા વંશના નિવેદન પર હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચેની રાજનીતિ તેજ બની છે, નોંધનિય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોલીસ પર આરોપ છે કે તેઓ ભાજપને મદદ કરી રહ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch