Thu,25 April 2024,2:12 pm
Print
header

કોલંબિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એલવૈરો યૂરીબ કોરોના પોઝિટિવ, ઘરમાં જ ક્વોરન્ટાઇન કરાયા

કોલંબિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એલવૈરો યૂરીબ કોરોના પોઝિટિવ આવ્યાં છે. એલવૈરોને પ્રાથમિક લક્ષણો દેખાતાં તેમણે સ્થાનિક હોસ્પિટલમાં તપાસ કરાવી હતી. તેમની ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના પ્રવક્તા ગૈબ્રિયલ વેલાસ્કોએ બુધવારે માહિતી આપતાં કહ્યું હતુ કે, યૂરીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેમનું સ્વાસ્થ્ય સુધારા પર છે. તેમને શ્વાસ લેવામાં પણ કોઇ સમસ્યા નથી.  

ઉલ્લેખનીય છે કે યૂરિબને મંગળવારે પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં નજરકેદ રાખવામાં આવ્યાં હતા.તેમના પર કાર્યવાહી શરૂ કરાય તે પહેલાં જ બુધવારે તેઓનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર કરાયો હતો. જો કે હાલમાં તેઓને ઘરમાં જ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે.

વિશ્વભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં 1 કરોડ 89 લાખ 70 હજાર 837 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 7 લાખ 11 હજાર 108 લોકોનાં કરૂણ મોત નિપજ્યાં છે અને  1 કરોડ 21 લાખ 60 હજારથી વધુ દર્દીઓ કોરોના સંક્રમણમાંથી રિકવર થઈ ચૂક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch