Thu,25 April 2024,3:08 pm
Print
header

ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કર્યુ મોટું પેકેજ, રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના ખેડૂતોને મળશે લાભ

ફાઇલ ફોટો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 14 મી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-44 અન્વયે નિવેદનમાં રાજ્યના ખડૂતો માટે આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલા પાક નુકસાન સામે મોટા રાહત પેકેજની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની તેમની ભાજપ સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં લઇને હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. 

આ સંદર્ભમાં સીએમ રૂપાણી ઉમેર્યુ કે, ઓગસ્ટ-2020માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી ખેતી પાકોને નુકસાન થયું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂતો અને સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે આ અંગે ખેડુતો, પ્રજાના પ્રતિનીધીઓ, ખેડુત સંગઠનો દ્વારા પણ રજુઆતો કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકસાન થયું છે. રાજ્ય સરકારે અવાનરવાર જાહેરાત કરેલી છે કે, રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકસાન થયેલ હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.

વધુમાં વધુ ખેડૂત ખાતેદારોને સહાય મળશે. જેમાં 27 લાખ ખેડૂતોને સહાય કરવામાં આવશે. 20 જિલ્લાના 123 તાલુકાને સહાય કરવામાં આવશે. આ માટે રૂ. 3700 કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ છે. જેમાં 33% અને તેથી વધુ પાક નુકસાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂ.10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. 5,000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડુત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે. 

1 ઓક્ટોબરથી ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ખેડૂતોને થયેલ નુકસાની અંગે સરકારે મોટી જાહેરાત કરી છે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. સહાયની રકમ સીધી જ ખેડુતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch