Wed,18 February 2026,12:50 pm
Print
header

શેરબજારમાં કોહરામ: સેન્સેક્સ 1065 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોના ₹9 લાખ કરોડ ડૂબ્યાં

  • Published By panna patel
  • 2026-01-20 17:04:49
  • /

મુંબઈ: સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને મુખ્ય સૂચકાંકો એક ટકાથી વધુના ઘટાડા સાથે લાલ નિશાન પર બંધ થયા હતા.

BSE સેન્સેક્સ 1065.71 પોઈન્ટ ઘટીને 82180.47 પર બંધ રહ્યો. દિવસ દરમિયાન તે 1235 પોઈન્ટ સુધી તૂટ્યો હતો. NSE નિફ્ટી 353 પોઈન્ટ ઘટીને 25232.50 પર બંધ રહ્યો હતો. આ ઘટાડાને કારણે BSE માં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં અંદાજે ₹9 લાખ કરોડનો ઘટાડો થયો છે. નોંધનીય છે કે વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં રોકાણકારો કુલ ₹20 લાખ કરોડથી વધુની સંપત્તિ ગુમાવી ચૂક્યાં છે.

શેરબજારમાં કડાકાના 10 મુખ્ય કારણો
બજારમાં આજે જોવા મળેલા તીવ્ર ઘટાડા પાછળ નીચે મુજબના પરિબળો જવાબદાર છે:

1 ટ્રેડ વોરની વધતી ચિંતા: અમેરિકાની ટેરિફ નીતિઓ અને અમેરિકા-યુરોપ વચ્ચે વધતા વ્યાપારિક તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ફાળકો પડ્યો છે. 
2. વિદેશી રોકાણકારોની સતત વેચવાલી: વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (FII) એક જ દિવસમાં ₹3262 કરોડથી વધુની વેચવાલી કરી છે. આ સતત 10મો દિવસ છે જ્યારે FII બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે. 
3 નબળા ત્રિમાસિક પરિણામો: વિપ્રો જેવી દિગ્ગજ કંપનીઓના નિરાશાજનક પરિણામો અને નબળા આઉટલુકને કારણે આઈટી (IT) શેરો પર દબાણ વધ્યું છે. 
4 વૈશ્વિક બજારોના નકારાત્મક સંકેતો: એશિયન બજારોમાં નબળાઈ અને અમેરિકન સ્ટોક ફ્યુચર્સમાં એક ટકા થી વધુના ઘટાડાએ સ્થાનિક રોકાણકારોનો આત્મવિશ્વાસ ડગમગાવ્યો છે. 
5. ઈન્ડિયા VIX માં ઉછાળો: બજારની અસ્થિરતા દર્શાવતો ઇન્ડેક્સ 'ઈન્ડિયા VIX' 4% થી વધુ વધીને 12.34 પર પહોંચ્યો છે, જે રોકાણકારોમાં ડર અને અનિશ્ચિતતા સૂચવે છે. 
6. રૂપિયા પર દબાણ: ડોલરની મજબૂત માંગ અને મૂડી બહાર જવાને કારણે રૂપિયો 7 પૈસા તૂટીને 90.97 ના સ્તરે પહોંચી ગયો છે. 
7. કાચા તેલના ભાવમાં વધારો: બ્રેન્ટ ક્રૂડ 0.09% વધીને 63.91 ડોલર પ્રતિ બેરલ થતા મોંઘવારીની ચિંતા વધી છે.
8. અમેરિકન સુપ્રીમ કોર્ટની અનિશ્ચિતતા: ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ટેરિફ સંબંધિત સંભવિત નિર્ણયોને લઈને રોકાણકારો સાવધ જોવા મળ્યા હતા. 
9. નિફ્ટી સાપ્તાહિક એક્સપાયરીની અસર: મંગળવારે વીકલી એક્સપાયરી હોવાથી બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. 
10. PSU બેંક શેરોમાં વેચવાલી: સરકારી બેંકોના શેરો પર દબાણ રહેતા પીએસયુ બેંક ઇન્ડેક્સ 1% થી વધુ ગગડ્યો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch