Thu,25 April 2024,7:59 pm
Print
header

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં 4 લોકોનાં મોત, 40 લાપતાની શોધખોળ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના કિશ્વાડ જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના બની છે. આજે સવારે ગુલબર્ગ વિસ્તારમાં વાદળ ફાટવાથી 5 મકાનો તેની ઝપેટમાં આવી ગયા હતા. વાદળ ફાટ્યા બાદ અનેક લોકો ગુમ થયા છે, રાહત અને બચાવ કાર્ય માટે સેના અને પ્રશાસનની ટીમો સ્થળ પર પહોંચી ગઇ છે રેસ્ક્યૂ ઓપરેશન જારી છે. એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધી 4 લોકોના મોત થઇ ગયા છે, અંદાજે 40 લોકો ગુમ થયા છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે હોનઝર વિલેજના આઠથી નવ ગામોને ભારે નુકસાન થયું છે. ડેપ્યુટી કમિશનરના કહેવા મુજબ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી ડૉ. જીતેન્દ્રસિંહે કહ્યું કે  તેમણે અહીંના અધિકારીઓ સાથે વાત કરી છે એરફોર્સ ઓથોરિટીને બચાવ કામગીરીમાં લાગી જવા આદેશ આપી દેવાયા છે.

સ્થાનિક પોલીસે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે કિશ્તવાડમાં ભારે વરસાદને જોતા કોઈ પણ હોનારતની સ્થિતિમાં લોકો એસએસપી કિશ્તવાડ, ડે.એસપી મુખ્યાલય, એસડીપીઓનો સંપર્ક કરી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch