વડોદરાઃ જિલ્લાના ડભોઈ તાલુકાના ભીલાપુર ગામમાં સોશિયલ મીડિયા પોસ્ટ પરની કોમેન્ટ અને જૂની અદાવતને લઈને ભાજપના જ બે જૂથો વચ્ચે જાહેર રસ્તા પર છુટ્ટાહાથની મારામારી થઈ હતી. આ હિંસક અથડામણમાં કપડા ફાટવા અને માથા ફૂટવા જેવી ઘટનાઓ સામે આવી છે, જેમાં 4 લોકો લોહીલુહાણ થતાં તેમને સારવાર માટે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.
વિવાદનું કારણ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલના ફેસબુક પેજ પર મૂકાયેલી પોસ્ટ પરની કોમેન્ટ તેમજ ગામના સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ થવા અંગેની જૂની અદાવત હતી.
ઈજાગ્રસ્ત પક્ષ પરેશ પટેલે દારૂ- જુગાર મુદ્દે ફેસબુક પર કરેલી કોમેન્ટ બાબતે ભાવેશ પટેલ અને તેમના સાથીદારો સાથે બોલાચાલી કરવા આવ્યાં હતા અને પાછળથી માથામાં હુમલો કરી બેભાન કરી દીધા હતા. જ્યારે આરોગ્ય સમિતિ ચેરમેન ભાવેશ પટેલ આયુષ્માન કાર્ડ કેમ્પની બેઠક પતાવી પરત ફરતી વખતે 10 લોકોના ટોળાએ કાર રોકી, દરવાજા ખોલી હુમલો કર્યો હતો. લાયસન્સ રદ થવાના ગુસ્સામાં સંચાલક પક્ષ દ્વારા હુમલો કરાયો અને વીડિયો બનાવતાં મોબાઈલ પણ ઝૂંટવી લેવાયો હતો.
રઘુવીરસિંહ ઠાકોર, નવજોતસિંહ ઠાકોર અને પરેશ પટેલ સહિત 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.મારામારીના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ડભોઈ પોલીસે તાત્કાલિક ભીલાપુર ગામે પહોંચી સ્થળ તપાસ શરૂ કરી છે અને બંને પક્ષોના નિવેદનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
BRICS ની શક્તિશાળી તસવીર: PM મોદી, પુતિન અને જિનપિંગ એક સાથે જોવા મળ્યાં | 2026-09-12 17:33:26
બ્રિક્સઃ પુતિનના આમંત્રણનો PM મોદીએ સ્વીકાર કર્યો, યુક્રેન સંઘર્ષમાં મદદ માટે ભારત તૈયાર | 2026-09-11 18:05:27
ગુજરાત વિધાનસભામાં GST સુધારા વિધેયક સર્વાનુમતે પસાર: રાજ્યમાં વેપાર- ઉદ્યોગને મળશે નવું બળ | 2026-09-11 08:52:04
રાજકોટ- લોધિકા સંઘ ચૂંટણી પરિણામ બાદ ભાજપમાં જૂથવાદ વકર્યો, વિજય સખીયાનો જિલ્લા પ્રમુખ સામે મોરચો | 2026-09-10 18:09:55
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
PM મોદીએ વડોદરાથી નવો કોરિડોર દેશને કર્યો સમર્પિત, ડિસેમ્બર સુધીમાં સુરત- વાપી બુલેટ ટ્રેન સેક્શન તૈયાર થવાની જાહેરાત | 2026-09-08 14:02:00
આજે પીએમ મોદીની ગુજરાત મુલાકાત, વડોદરા અને નવસારીમાં અનેક કાર્યક્રમો, Bookmyshow પર શો ફુલ | 2026-09-08 09:02:16
વડોદરાના CH જ્વેલર્સ પર IT ના દરોડા: કોમ્પ્યુટર- હાર્ડ ડિસ્ક સહિતના દસ્તાવેજો જપ્ત | 2026-09-03 19:09:05
વડોદરાની MS યુનિવર્સિટીમાં PM મોદીના કાર્યક્રમનો વિરોધ: ગ્રાઉન્ડ ફાળવણી મામલે સેનેટ સભ્ય લાલઘૂમ | 2026-09-01 17:58:05