Thu,25 April 2024,8:02 pm
Print
header

અમદાવાદમાં કોરોના બાદ આ રોગચાળાએ ઉંચક્યું માથું, તત્કાલીન સીએમ મોદીનો મત વિસ્તાર પણ ઝપેટમાં

(ફાઈલ તસવીર)

અમદાવાદઃ કોરોના બાદ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વધુ એક રોગે દેખા દીધી છે. અમદાવાદમાં પાણીજન્ય રોગ કોલેરાના ચાલુ મહિને 1 જાન્યુઆરીથી 7 ઓગસ્ટ સુધીમાં 59 કેસ નોંધાયા છે. મોટા ભાગના કેસ પૂર્વ અમદાવાદમાં નોંધાયા છે. જેમા લાંભા, મણિનગર, બહેરામપુરા મોખરે છે. આ વિસ્તારમાં અનુક્રમે 21, 12 અને 7 કેસ નોંધાયા છે. ગત વર્ષે અહીંયા એક પણ કેસ નોંધાયો ન હતો. મોદી મણિનગરના ધારાસભ્ય રહી ચુક્યાં છે જ્યાં કેસની સંખ્યા વધારે છે.

એએમસી દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 59 કેસ નોંધાયા છે જેમાં લાંભામાં 24, મણિનગરમાં 12 બહેરામપુરામાં 7, વટવામાં 5, દાણીલીમડામાં 3, અમરાઈવાડીમાં 2, રામોલ-હાથીજણમાં 2-2, ઈસનપુર, ભાઈપુરા, સાબરમતી, વાસણામાં 1-1 કેસ નોંધાયા છે. જો કે કોઈપણ વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરાયો નથી. કોલેરાના કેસ નોધાતા આ વિસ્તારોમાં પાણી પ્રદુષિત આવતું હોવાનું સાબિત થઈ ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch