Sat,20 April 2024,2:17 am
Print
header

ચીનમાં કોરોનાએ માર્યો ઉથલો, અનેક જગ્યાએ લગાવાયું લોકડાઉન

અનેક જગ્યાએ સ્કૂલો અને કોલેજો ફરીથી બંધ કરાવી દેવામાં આવી

(File Photo)

વુહાનઃ ચીનમાં ફરીથી કોરોના વાયરસે ઉથલો માર્યો છે.સતત વધી રહેલા કોરોનાના કેસોને કારણે અનેક જગ્યાએ લોકડાઉન લગાવાયું છે. સ્કૂલો-કોલેજો બંધ કરી દેવામાં આવી છે અનેક ફ્લાઇટ પણ રદ્દ કરી દેવામાં આવી છે. ચીનના ઉત્તર અને પશ્ચિમ પ્રાંતના શહેરોમાં સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. જેના માટે કેટલાક બહારથી આવેલા યાત્રીઓને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે. હાલ તંત્રએ કડક પગલા લેવાનું શરૂ કરી દીધું છે માસ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને ટૂરિસ્ટ સ્પોટ બંધ કરી દેવામાં આવ્યાં છે, સંક્રમણવાળી જગ્યા પર લોકડાઉન લાગુ કરાયું છે.

ચીનના લેનઝોહુ વિસ્તારમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે. જે પણ લોકો બહાર નીકળે તેમને કોવિડનો નેગેટિવ રિપોર્ટ સાથે રાખવાનું કહેવામાં આવ્યું છે. આ નિયમ વધારે કડક બનાવાયો છે, પાલન નહીં કરતાં લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch