નવી દિલ્હીઃભારત-ચીનના બગડતા સંબંધો વચ્ચે ચીનના વિદેશ મંત્રી અને NSA વાંગ યી શુક્રવારે ભારતની મુલાકાતે હતા. દરમિયાન તેઓ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યાં હતા.તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગતા હતા, પરંતુ ભારત દ્વારા તેનો ઇનકાર કરવામાં આવ્યો હતો. વાંગ યી માત્ર વડાપ્રધાનને મળવા ભારત આવ્યાં હતા. તેઓ શુક્રવારે પણ તેમને મળવા માંગતા હતા, પરંતુ નવી દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયે યુપીના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહને લઇને મળવાનો ઇનકાર કર્યો હતો.પીએમ મોદી શુક્રવારે લખનઉમાં યોગીની નવી સરકારના શપથ સમારોહમાં પહોંચ્યાં હતા
ડોભાલને આમંત્રણ મળ્યું
વાંગ યીએ અજીત ડોભાલને મળ્યાં બાદ ચીન આવવાનું આમંત્રણ આપ્યું છે. આ અંગે NSA તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે વર્તમાન મુદ્દાઓના ઉકેલ બાદ તેઓ બેઈજિંગની મુલાકાત લઈ શકે છે.
વિદેશમંત્રી જયશંકરનું નિવેદન શુક્રવારે ચીનના વિદેશ મંત્રી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત બાદ આવ્યું છે. તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચેની વર્તમાન સ્થિતિ તેની પ્રગતિ ઘણી ધીમી છે. તેઓ વાંગ યીને મળ્યાં હતા, બેઠક દરમિયાન તેને ઝડપી બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. એપ્રિલ 2020માં સરહદ પર ચીનની કાર્યવાહી દરમિયાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને અસર થઈ હતી, બે વર્ષથી બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં તણાવની અસર જોવા મળી હતી.
આ આધારને મજબૂત કરવા અને જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને દૂર કરવા માટે અમારી પાસે એક કરાર પણ છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે ચીનના NSA સાથેની સરહદ પર આંતરરાષ્ટ્રીય કરારોના પાલન પર પણ ભાર મૂક્યો હતો. ચીની દળોને સંપૂર્ણ પાછી ખેંચી લેવા જણાવ્યું, સાથે મળીને દ્વિપક્ષીય સંબંધોને નવા તબક્કામાં લઈ જવાની ચર્ચા કરી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38