Tue,16 April 2024,1:06 pm
Print
header

ચીનની બેદરકારીથી દુનિયા ખતરામાં, જાણો ચીને કંઇ રીતે વાઇરસને આગળ વધવા દીધો ?

અમેરિકાઃ ચીનના વુહાન શહેરમાંથી શરૂ થયેલો કોરોના વાઇરસ આજે દુનિયાના 182 જેટલા દેશોમાં ફેલાઇ ગયો છે, અંદાજે 24 હજાર લોકોનાં મોત થયા છે, 6 લાખ જેટલા લોકોમાં આ ચેપ ફેલાઇ ગયો છે. હાલમાં કોરોનાએ અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે, અહી અંદાજે 86,000 લોકો ચેપગ્રસ્ત થયા છે, 1300 લોકોનાં મોત થઇ ગયા છે, કોરોના વાઇરસ દુનિયામાં ફેલાયો તે માટે ચીન સરકાર જવાબદાર છે. 

ચીનના વુહાનમાં કોરોના વાઇરસ ફેલાયા પછી ત્યાં લોકોનાં મોતની શરૂઆત થઇ ગઇ હતી, પરંતુ ચીને ઘણી વસ્તુઓ દુનિયાથી છુપાવી હોવાના આરોપ લાગ્યા છે. અમેરિકાના એક મેગેઝિન પ્રમાણે 1 ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો, ત્યાર પછી વુહાન અને તેની આસપાસના શહેરોમાં કોરોનાએ કહેર વર્તાવ્યો હતો, એક પછી એક લોકો ચેપગ્રસ્ત થતા ગયા અને પછી તો ચીનમાં 3200 જેટલા લોકોનાં મોત થઇ ગયા, 82,000 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો. 

અમેરિકાના મેગેઝિનનો દાવો છે કે ચીને ઇરાદાપૂર્વક દુનિયાથી ઘણી વસ્તુઓ છુપાવી, કોરોનાને લઇને દુનિયાને સાવચેત ન કરી, જ્યારે વુહાનમાં પહેલો કિસ્સો સામે આવ્યો પછી દર્દી અને તેની પત્ની બંને કોરોના પોઝિટિવ હતા, પછી ડોક્ટરોને ખબર પડી કે આ વાઇરસ એકબીજામાં સંપર્કમાં આવવાથી ફેલાય છે, જો કે સ્થાનિક સરકારી તંત્રએ એવી જાહેરાત કરી કે આ વાઇરસ નોર્મલ છે અને એકબીજાના સંપર્કમાં આવવાથી ફેલાતો નથી. ત્યા સુધીમાં તો અનેક લોકો કોરોનાગ્રસ્ત થઇ ગયા હતા, તંત્રની બેદરાકારીને કારણે કોઇ પણ પ્રકારની કડક કાર્યવાહી ન થઇ, ડોક્ટરોની વાત પણ સાંભળવામાં આવી ન હતી.

અનેક અખબોરોએ ચીનની આ બેદકારીની ટીકા કરી હતી, જો ચીને પહેલા જ કહ્યું હોત કે આ વાઇરસ સંપર્કમાં આવવાથી ફેલાય છે તો આજે મોતનો આંકડો ઘણો ઓછો હોત, ચીને વાઇરસને અટકાવવા શરૂઆતમાં કોઇ ખાસ કાર્યવાહી પણ ન કરી હોવાનું સામે આવ્યું છે.
જેથી આ વાઇરસ આગળ વધતો ગયો અને એક પછી એક દેશોમાં પહોંચીને વિશ્વના મોટા ભાગના દેશોમાં ફેલાતો ગયો, જો વુહાનમાં જ તેને અટકાવી દેવાયો હોત તો આજે સ્થિતી કંઇ જુદી જ હોત. 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch