Wed,24 April 2024,11:43 pm
Print
header

ગુજરાતમાં કોરોના ટેસ્ટની સંખ્યાં ઘટી રહી, જ્યારે ચીનના વુહાનમાં 9 દિવસમાં 65 લાખ લોકોનાં ટેસ્ટ

વુહાનઃ કોરોના વાઇરસની મહામારી ખતમ થવાનું નામ નથી લઇ રહી, ભારતમાં અત્યાર સુધી 1.52 લાખ લોકો કોરોના પોઝિટિવ છે, તેમાંથી 4337નાં મોત થયા છે, 64 હજાર લોકો રિકવર થયા છે, ગુજરાતમાં કોરોનાનાં દર્દીઓનો આંકડો 15 હજારની નજીક છે અને સરકાર પર આરોપ છે કે આરોગ્ય વિભાગે કોરોનાનાં ટેસ્ટની સંખ્યા ઘટાડી દીધી છે, જે ખતરનાક સાબિત થઇ શકે છે. ત્યારે ભારતે હવે ચીનના વુહાન પાસેથી ટેસ્ટ બાબતે શિખવાની જરૂર છે. માત્ર 9 દિવસમાં અહી 65 લાખ લોકોના કોરોના ટેસ્ટ કરાય છે.

વુહાનમાં કોરોનાનાં નવા કેસ આવતા સરકારે આટલી મોટી માત્રામાં ટેસ્ટ કર્યા છે, અને અમદાવાદમાં પણ કેસ સતત વધી રહ્યાં છે, જેથી અહી પણ મોટાપ્રમાણમાં ટેસ્ટ કરવાની જરૂર છે. ત્યારે જો વુહાન આટલી મોટી માત્રામાં ટેસ્ટ કરી શકતું હોય તો અમદાવાદ કેમ નથી ? અમેરિકા જેવા દેશોએ કોરોના વાઇરસને સરળતાથી લેતા તેમની માઠી દશા બેઠી છે, અને અમદાવાદમાં પણ સ્થિતિ બગડી રહી છે, જેની સામે સરકારે તાત્કાલિક કોઇ પ્લાન બનાવવાની જરૂર છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch