Thu,25 April 2024,9:33 am
Print
header

ચીને ફરીથી ભારતને ધમકી આપી, તિબેટ મુદ્દાથી દૂર રહો- નહીં તો ગંભીર પરિણામો આવશે

તિબેટના ધર્મગુરૂ દલાઇલામા સાથે પીએમ મોદીનો જૂનો ફોટો

બેઇઝિંગઃ લદ્દાખની ગલવાન ખીણ વિવાદમાં ભારત અને ચીનની સેનાઓ પાછી હટી છે અને સ્થિતી થોડી સુધારા પર છે. ત્યારે ફરીથી ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં ફરી એક વખત તિબેટને લઇને ભારતને ધમકી આપવામાં આવી છે, તંત્રી લેખમાં લખ્યું છે કે ભારતીય મીડિયા તિબેટ કાર્ડનો મુદ્દો ઉપાડવા ભારત સરકારને કહી રહ્યું છે. જેથી ચીનને દબાવી શકાય,પરંતુ આ મુદ્દો ભારત માટે જ ખતરનાક સાબિત થશે.કારણ કે તિબેટ ચીનનો આંતરિક મુદ્દો છે.જેથી ભારતે તેમાં દખલગીરી કરવી જોઇએ નહીં.

વર્ષોથી ચીન તિબેટમાં અત્યાર કરી રહ્યું છે અને તિબેટનો મુદ્દો દુનિયાભરમાં ચર્ચિત છે, તિબેટના ધર્મગુરૂ દલાઇલામાથી પણ ભારતે દૂર રહેવું જોઇએ તેવું ચીન અનેક વખત કહી ચુક્યું છે અને હવે સરહદ પર જ્યારે બંને દેશો વચ્ચે વિવાદ ઘટી રહ્યો છે, ત્યારે જ ચીને ફરીથી ભારતને ચીમકી આપી છે.

આવી ધમકીઓ વચ્ચે મોદી સરકારે ચીન સામે કડક વલણ અપનાવ્યું છે અને સરકારની ન જુકવાની રણનીતિને કારણે જ ચીન પાછું પડ્યું છે, કારણ કે આ સ્થિતીમાં મોદી અચાનક લદ્દાખ એલએસી પર પહોંચ્યાં હતા અને ચીનને સ્પષ્ટ સંભળાવી દીધું હતુ કે ભારત ચૂપ રહેશે નહીં, મોદી સરકાર હવે લદ્દાખ નજીક લેહ એરપોર્ટનું આધુનિકરણનું કામ શરૂ કરશે, અહી પુલ અને રસ્તાઓનું કામ પણ ઝડપથી કરાશે, જેથી ચીન જેવા દુશ્મનોને જડબાતોડ જવાબ આપી શકાય.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch