Fri,26 April 2024,4:50 am
Print
header

ભારતે ચાઇનીઝ એપ્સ પર સર્જીકલ સ્ટ્રાઇક કર્યાં પછી અમેરિકાએ પણ ડ્રેગનને મોટો ફટકો માર્યો

વોશિંગ્ટનઃ લદ્દાખ સરહદ પર યુદ્ધની સ્થિતી ઉભી કરીને ભારત સામે દાદાગીરી કરનારા ચીનને આર્થિક રીતે કરોડો ડોલરનું નુકસાન થઇ ગયું છે, મોદી સરકારે ટીકટોક અને હેલો સહિત 59 જેટલી એપ્પને ભારતમાં પ્રતિબંધિત કરી દેતા ચીનને મોટો સબક મળી ગયો છે, આ કંપનીઓ વર્ષે કરોડો ડોલર ભારતમાંથી કમાઇને ચીનમાં લઇ જતી હતી હવે મોદી સરકારે ચીનને બરાબરનો સબક શીખવ્યો છે. સાથે જ અનેક ભારતની કંપનીઓએ ચીનના ટેન્ડર રદ્ કર્યા છે.

બીજી તરફ ભારત પછી અમેરિકાએ પણ ડ્રેગનને ફટકો માર્યો છે, ચીનની હોંગકોંગ પર નેશનલ સિક્યુરિટી એક્ટની જાહેરાત બાદ અમેરિકાએ અત્યાધુનિક રક્ષા સાધનો અને ટેક્નોલોજીની નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયોએ જણાવ્યું છે કે તેઓ હવે હોંગકોંગ પર સંરક્ષણ ઉપકરણોનો પ્રતિબંધ મુકી રહ્યાં છે, અમેરિકા કોઇ નિકાસ કરશે નહીં, કારણ કે અહી ચીનની દખલગીરી વધી રહી છે, ચીને અહી બધુ કબ્જે કરી લીધું છે. અમેરિકાએ સુરક્ષાને ધ્યાનમાં લઇને આ મહત્વનો નિર્ણય કર્યો છે. ત્યારે અમેરિકાના આ નિર્ણયથી રાષ્ટ્રપતિ જીનપિંગને મોટો ફટકો કહી શકાય. બીજી તરફ ચીને અમેરિકાના ધમકી આપી છે કે તેઓ હોંગકોંગમાં અમેરિકન અધિકારીઓનાં વિઝા પર પ્રતિબંધ લાદી શકે છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch