Thu,25 April 2024,5:48 pm
Print
header

10 વર્ષ પછી ચીનને મળ્યાં નવા વડાપ્રધાન, રાષ્ટ્રપતિ શી જિનપિંગના નજીકના વ્યક્તિએ સંભાળ્યો કાર્યભાર

બેઇજિંગઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સંસદની ચાલી રહેલી વાર્ષિક બેઠકમાં લી કિઆંગને ચીનના આગામી વડાપ્રધાન તરીકે ચૂંટી કાઢ્યા છે. તેઓ લી કેકિયાંગની જગ્યા લેશે, જેઓ 10 વર્ષથી વડાપ્રધાન પદે હતા. હવે તેમની વિદાય થઇ છે. ગત વર્ષે જ્યારે શાંઘાઈમાં ઝીરો કોવિડ -19 નીતિ સામે વિરોધ શરૂ થયો હતો ત્યારે શી જિનપિંગ દ્વારા લી કિઆંગને સાઈડલાઈન કરવામાં આવ્યાં હતા. જો કે હવે તેઓ પાછા સત્તામાં આવ્યાં છે.

લી કિઆંગે 2004 થી 2007 ની વચ્ચે શીના ચીફ ઓફ સ્ટાફ તરીકે સેવા આપી હતી. તે સમયે શી જિનપિંગ પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતના પ્રાંતીય પક્ષના સચિવ હતા. ઓક્ટોબરમાં કમ્યુનિસ્ટ પાર્ટીએ ઉચ્ચ ભૂમિકામાં લી કિઆંગની નિમણૂંક કરી હતી. 

શુક્રવારે યોજાયેલી 14મી બેઠકમાં દેશની સંસદમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસે (એનપીસી) શી જિનપિંગને રાષ્ટ્રપતિ તરીકે ત્રીજી મુદત શરૂ કરવાની મંજૂરી આપી હતી. શી જિનપિંગ આગામી 5 વર્ષ માટે ત્રીજી વખત રાષ્ટ્રપતિ તરીકે આ મહત્વની જવાબદારી સંભાળશે. અનેક પડકારો વચ્ચે આગામી 5 વર્ષમાં દુનિયાની બીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચલાવવાની જવાબદારી તેઓ સંભાળશે. પોતાના પહેલા બે કાર્યકાળમાં તેમણે ચીનની સરકાર અને અર્થવ્યવસ્થા પર મજબૂત પક્કડ બનાવી લીધી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch