Thu,18 April 2024,9:00 am
Print
header

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને કરાયા નજરકેદ ? જાણો શું છે મામલો- Gujaratpost

ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું

ચીનમાં ચર્ચા છે કે PLAએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરીને બળવો કર્યો

બેઇજિંગઃ સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ચીની સેનાએ નજરકેદ કરી દીધા છે. કેટલાક ચાઇનીઝ સોશિયલ મીડિયા હેન્ડલર્સનું કહેવું છે કે ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠોએ તેમને પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના વડા તરીકે હટાવ્યાં પછી નજર કેદમાં રાખવામાં આવ્યાં છે. આ મામલે ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું કે આ અફવા પર પડદો ઉંચકાવો જોઈએ, શું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખરેખર નજરકેદ છે ?

#xijinping હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ચીનમાં એવી ચર્ચા છે કે PLAએ રાષ્ટ્રપતિ શી જિનપિંગને નજરકેદ કરાયા છે. ન્યૂઝ હાઈલેન્ડ વિઝનના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના પૂર્વ રાષ્ટ્રપતિ હુ જિન્તાઓ અને ચીનના ભૂતપૂર્વ વડાપ્રધાન વેન જિયાબાઓના કહેવા પર ચીનના રાષ્ટ્રપતિને નજરકેદ કરવામાં આવ્યા છે, જેમણે સ્થાયી સમિતિના ભૂતપૂર્વ સભ્ય સોંગ પિંગને ચીનના સેન્ટ્રલ ગાર્ડ બ્યુરોમાં નિયુક્ત કર્યાં હતા.

સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કર્યું કે "ચીન વિશે નવી અફવા છે, જેની તપાસ થવી જોઈએ કે શું શી જિનપિંગ નજરકેદ છે ? એવું માનવામાં આવે છે કે જિનપિંગ જ્યારે સમરકંદમાં હતા, ત્યારે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓએ તેમને હટાવ્યાં હતા.ત્યાર બાદ એવી અફવા છે કે તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.'' સ્વામીએ તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.

હકીકતમાં, અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે શી જિનપિંગને SCO મીટિંગ માટે સમરકંદથી પાછા ફર્યાં બાદ 16 સપ્ટેમ્બરના રોજ એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યાં હતા અને તેઓ હાલમાં નજરકેદ છે.સોશિયલ મીડિયા પર આવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જો કે, આ દાવાઓમાં કેટલી સત્યતા છે તે આગામી સમયમાં જ સામે આવશે. નોંધનિય છે કે છેલ્લા ઘણા સમયથી અમેરિકા ચીનના આ નેતા સામે નારાજ છે અને હવે આ વાત સામે આવ્યાં પછી અમેરિકા પણ તેના પર ધ્યાન રાખીને બેઠુંં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch