Sat,20 April 2024,7:06 pm
Print
header

ચીને વડાપ્રધાન મોદીના વખાણ કર્યાં, કોરોનાના સંકટમાં સાથે ઉભા રહેવા બદલ આભાર

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને કારણે ચીનમાં 3300 લોકોનાં મોત થઇ ગયા છે, 82000 લોકોને તેનો ચેપ લાગ્યો હતો, જો કે હાલમાં ચીનમાં સ્થિતીમાં સુધારો થયો છે, અગાઉ પીએમ મોદીએ આ સંકટના સમયે ભારત ચીનની સાથે છે તેવી વાત કરી હતી, ચીન સરકારે મોદીનો આભાર માન્યો છે. ચીનના વિદેશ મંત્રી વાંગ-યી એ ભારતના વિદેશમંત્રી જયશંકર સાથે ટેલિફોનીક વાત કરી હતી. તેમને કહ્યું કે મોદીએ ચીનના પ્રેસિડેન્ટ શી-જિનપિંગને પત્ર લખીને સંકટના સમયે ચીન સાથે હોવાની વાત કરી હતી, તેમને ચીનને મદદ પણ કરી છે, જેથી અમે ભારતનો આભાર માનીએ છીએ.

વાંગ-યી એ કહ્યું કે ભારતમાં કોરોનાનું સંક્રમણ છે, પરંતુ ભારત સરકાર જે રીતે કામ કરી રહી છે, તે જોતા લાગે છે કે આ વાઇરસ વધુ ફેલાશે નહીં, મોદી સરકારે યોગ્ય સમયે યોગ્ય પગલા લઇને લોકડાઉન કરીને સ્થિતી પર કાબૂ મેળવી લીધો છે, જે પ્રશંસનીય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch