Wed,24 April 2024,4:40 am
Print
header

જો ચીન તાઇવાન પર હુમલો કરશે તો અમેરિકા લશ્કરી જવાબ આપશેઃ બાઈડેન- Gujarat post

તાઈવાન સામે બળનો ઉપયોગ કરવાનું ચીનનું પગલું અયોગ્ય

જાપાનઃ ચીને તાઈવાનની એરસ્પેસમાં ઘણી વખત ઘુસણખોરી કરવાનો પ્રયાસ કર્યો છે. તાઈવાન પર ચીનના (China) હુમલાની અટકળો ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ચીને હુમલાની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે, તે કોઈ પણ સમયે તાઈવાન (Taiwan) પર હુમલો કરી શકે છે. ચીન અને તાઈવાન વચ્ચેના સંબંધો હંમેશાથી તણાવપૂર્ણ રહ્યાં છે. ચીને તાઈવાનની એરસ્પેસમાં ઘણી વખત ઘુસણખોરી કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીનને ચેતવણી આપતા કહ્યું છે કે જિનપિંગ તાઈવાનને લઈને ખતરા સાથે ખેલી રહ્યાં છે. જો ચીન તાઈવાન પર હુમલો કરશે તો તેનો લશ્કરી જવાબ આપવામાં આવશે.

જાપાન પહોંચેલા બાઇડેને કહ્યું કે ચીન વિચારે છે કે તાઈવાનને બળથી છીનવી લઇશું તો તે ચીનની ગેરસમજ છે. તેમણે આગળ કહ્યું કે અમેરિકા વન ચાઈના પોલિસી માટે સંમત છે, તેણે તેના પર હસ્તાક્ષર પણ કર્યાં છે, પરંતુ એ વિચારવું ખોટું છે કે ખોટી રીતે તાઈવાનને છીનવી લઇશું. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે જો ચીન તાઈવાન પર આક્રમણ કરશે તો અમેરિકા તાઈવાનને સૈન્ય મદદ કરશે. જો બાઈડેને ચીનને ચેતવણી આપી છે કે તે ખતરા સાથે ન ખેલે.

બાઈડેનને પૂછવામાં આવ્યું હતું કે જો ચીન બળજબરીથી તાઈવાન પર કબ્જો કરવા માંગે છે તો શું અમેરિકા સૈન્ય હસ્તક્ષેપ કરશે ?  તેના જવાબમાં બાઈડેને જણાવ્યું કે યુક્રેન પર રશિયાના હુમલા આ ટાપુની રક્ષા કરવાનું દબાણ વધી ગયું છે. તાઈવાન સામે બળનો ઉપયોગ કરવાનું ચીનનું પગલું અયોગ્ય છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch