Thu,25 April 2024,5:51 pm
Print
header

ચીન પ્લેન ક્રેશમાં સરકારે આપી માહિતી, પ્લેનમાં સવાર તમામ 132 લોકોનાં થઇ ગયા છે મોત- Gujarat Post

ચાઈનીઝ સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના અધિકારીએ જાહેરાત કરી હતી

વુઝુ શહેર નજીક પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું પ્લેન

ચીનના બોઈંગ 737 એરક્રાફ્ટના બંને બ્લેક બોક્સ મળી આવ્યાં છે.

બેઇજિંગઃ આ અઠવાડિયાની શરૂઆતમાં ચાઈના ઈસ્ટર્ન 737-800 પ્લેન ક્રેશ થયું હતું. વિમાનમાં 132 સવાર મુસાફરોના મોત થઇ ગયા છે, ચીનના સિવિલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના એક અધિકારીએ મોડી રાત્રે જાહેરાત કરી હતી. મીડિયાએ અહેવાલ આપ્યો છે કે તપાસકર્તાઓએ ડીએનએ પરીક્ષણ દ્વારા 120 મૃતકોની ઓળખ કરી છે. ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સનું બોઇંગ 737 પ્લેન જે ચીનના કુનમિંગથી ગુઆંગઝુ માટે ટેકઓફ થયું હતું, સોમવારે વુઝુ શહેરના તેંગ્સિયન કાઉન્ટીના મોલાંગ ગામ નજીક પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું. ગુરુવારે ઘટના સ્થળ પર હાજર બચાવ કર્મીઓએ ક્રેશ થયેલા પ્લેનમાંથી એક બ્લેક બોક્સ મેળ્યું હતું, પછી બીજું બ્લેક બોક્સ મળી આવ્યું હતુ.

ક્રેશ થયેલા ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સના બોઈંગ 737 પ્લેનમાં બે બ્લેક બોક્સ હતા. એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર કોકપિટમાં હતું બીજું એરક્રાફ્ટના પાછળના ભાગમાં હતું. કોઈપણ વિમાનના દુર્ઘટના પછી બ્લેક બોક્સમાંથી ક્રેશ થવાના કારણો જાણી શકાય છે. એરક્રાફ્ટ બ્લેક બોક્સ સામાન્ય રીતે નારંગી-લાલ રંગના હોય છે, તેથી આ બોક્સ પ્લેન ક્રેશ પછી કાટમાળમાં ઝડપથી શોધી શકાય છે.

આધુનિક એરક્રાફ્ટના ફ્લાઇટ ડેટા રેકોર્ડર તમામ પ્રકારની પ્રતિકૂળ પરિસ્થિતિઓ જેમ કે ગંભીર વિસ્ફોટો, આગ દ્વારા ઉત્પન્ન થયેલ ઉચ્ચ તાપમાન, ઊંડા પાણીમાં ડૂબી જવા માટે બનાવવામાં આવ્યા છે.બ્લેક બોક્સની બેટરી અકસ્માત પછી લગભગ 30 દિવસ ચાલે છે.ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું બોઈંગ 737 એરક્રાફ્ટ જે જગ્યાએ ક્રેશ થયું તે જંગલ અને પહાડી વિસ્તાર છે. વિમાન વુઝુ શહેર પાસે મોલાંગ ગામ નજીક પર્વતીય વિસ્તારમાં ક્રેશ થયું હતું.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch