Sat,20 April 2024,1:36 am
Print
header

મહાસત્તા અમેરિકા સામે તેના બે દુશ્મનો એક થયા, ચીન-ઇરાને હાથ મિલાવ્યાં

બેઇઝિંગઃ વિશ્વભરમાં કોરોના વાઇરસ ફેલાવનારા ચીન સામે અમેરિકા સહિત દુનિયા આખી ગુસ્સામાં છે, અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વારંવાર ચીનને જોઇ લેવાની ધમકી આપી છે, ભારતે પણ અનેક ચીની એપ્સ પર પ્રતિબંધ મુકીને ચીનને સબક શિખવ્યો છે, આ બધાની વચ્ચે હવે અમેરિકાનું મોટું દુશ્મન ગણાતું ઇરાન ચીનની નજીક આવ્યું છે. બેઇઝિંગ ઇરાનમાં અંદાજે 400 અબજ ડોલરનું રોકાણ કરવા જઇ રહ્યું છે. અને ઇરાન પાસેથી ચીન સસ્તાભાવે મોટી માત્રામાં ક્રૂડની ખરીદી કરશે.

ચીન ઇરાનને આધુનિક હથિયારો પણ આપશે, ઇરાનમાં ડેવલપમેન્ટના કામો પણ ચીન જ કરશે, જેનાથી એશિયામાં ખતરો વધશે તે ચોક્કસ છે, થોડા સમય પહેલા જ અમેરિકા અને ઇરાન વચ્ચે સૈન્ય ઘર્ષણ થયું હતુ, ઇરાને અમેરિકાનું ડ્રોન તોડી પાડ્યું હતુ, અમેરિકી સૈન્ય અડ્ડાઓ પર પણ હુમલા થયા હતા. ઇરાનના પરમાણું કાર્યક્રમ સામે અમેરિકાએ પ્રતિબંધ મુક્યો હતો જેની સામે હવી ચીન ઇરાનને પરમાણું કાર્યક્રમમાં મદદ કરીને દુનિયાને વધુ ખતરામાં મુકવાનો પ્લાન કરી રહ્યું છે, અમેરિકા અને ભારતે ચીને સાથે વ્યાપારિક સંબંધો ઓછા કર્યા છે ત્યારે ચીને ઇરાનમાં નવું માર્કેટ શોધી લીધું છે. જે ભારત અને અમેરિકા સહિતના દેશો માટે ખતરનાક સાબિત થઇ શકે છે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch