Fri,19 April 2024,5:01 pm
Print
header

જે ગલવાન ખીણમાં આપણા 20 જવાનો શહીદ થયા તે ઘટનાને લઇને નવો ખુલાસો, જાણો વી.કે.સિંહે શું કહ્યું ?

ચીની તંબુમાં આગ લાગ્યા પછી સેનાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું

નવી દિલ્હીઃ ભારત અને ચીન સરહદ પર ગલવાન ખીણમાં 15 જૂનની રાત્રે હિંસક અથડામણ થઇ હતી, જેમાં આપણા દેશના 20 જવાનોએ શહીદ થઇને શૌર્ય દેખાડ્યું છે. આ હિંસક ઘર્ષણમાં ચીનના પણ 43 જેટલા જવાનો માર્યા ગયા હોવાનું સામે આવ્યું હતુ, એલએસી પર ગલવાનની ઘટના મામલે પૂર્વ સૈન્ય પ્રમુખ અને હાલના કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે દાવો કર્યો છે કે ચીની તંબુમાં અચાનક એક રહસ્યમય આગ લાગ્યાં પછી અહી બંને દેશોના સૈન્ય વચ્ચે ઘર્ષણ થયું હતુ. તપાસનો વિષય છે કે ચીની સેનાએ તંબુમાં એવું તો શું રાખ્યું હતુ કે જેનાથી જોરદાર આગ લાગી ગઇ હતી. 

વી.કે.સિંહે કહ્યું છે કે 15મી જૂનની રાત્રે કમાંડિંગ ઓફિસર સંતોષ બાબુ ટીમ સાથે પેટ્રોલ પોઇન્ટ 14 પર પહોંચ્યા હતા. તેઓ જોવા માંગતા હતા કે અહી ચીની સેનાએ તંબુ હટાવ્યાં છે કે નહીં ? બાદમાં બંને સેનાએ પીછેહઠનું નક્કિ કર્યું હતુ, પરંતુ ચીની તંબુમાં અચાનક આગ લાગી જતા બંને સેનાઓ વચ્ચે ઘર્ષણ થયું હતુ. અને સૈનિકો આમને સામને આવી ગયા હતા, બોલાચાલી પછી બંને દેશના સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. નોંધનિય છે કે ચીની સેનાએ અહી ભારતની મંજૂરી પછી તંબુ નાખ્યાં હતા, જ્યારે પાછી ચીની સેના તંબુ ઉખાડી રહી હતી ત્યારે જ અચાનક આગ લાગી હતી.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch